SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર-૧૮ સભાખ્ય-ભાષાંતર ૧૫૭ શ્રુતજ્ઞાનનો, શ્રી ચતુર્વિધ સંઘનો, પંચમહાવ્રતના સાધનો (ઉપકરણો) નો અને ચારેય નિકાય (પ્રકાર) ના દેવોનો અવર્ણવાદ (એટલે નિંદા કરવી કે જેમ છે તેના કરતાં બીજી રીતે બોલવું) તે દર્શનમોહનીય કર્મના આશ્રવો છે. ૧૪ सूत्रम्- कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥६-१५॥ અર્થ- કષાયના ઉદયથી તીવ્ર થયેલ જે આત્માનો પરિણામ તે ચારિત્રમોહનીય કર્મનો આશ્રવ છે. भाष्यम्- कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोहस्याम्रवो भवति ॥१५॥ અર્થ- કષાયના ઉદયથી તીવ્ર (ઉત્કટ) આત્માનો પરિણામ તે ચારિત્ર મોહનીયનો આશ્રવ છે. ૧પ सूत्रम्- बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः॥६-१६॥ અર્થ- ઘણાં આરંભ અને ઘણું પરિગ્રહપણ એનારક આયુષ્યનો આશ્રવ છે. (નારકનું આયુષ્ય બંધાય છે.) भाष्यम्- बह्वारम्भता बहुपरिग्रहता च नारकस्यायुष आम्रवो भवति ॥१६॥ ઘણું આરમ્ભપણું (મંત્રાદિ રૂપ મોટા આરંભ કરવા) અને ઘણું પરિગ્રહપણું એ નારક આયુષ્યનો આશ્રય છે.' ૧દા सूत्रम्- मायातैर्यग्योनस्य ॥६-१७॥ અર્થ- માયા (શઠતા) એ તિર્યંગ્યોનિમાં ઉત્પન્ન થવાનો (તિપંચનો) આશ્રવ છે. (માયાથી તિર્યંચ આયુષ્ય બંધાય.) भाष्यम्- माया तैयग्योनस्यायुष आम्रवो भवति ॥१७॥ અર્થ- માયા એ તિયચઆયુષ્યના આશ્રવરૂપ છે. ૧ળા सूत्रम्- अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ॥६-१८॥ અર્થ- અ૫ આરંભિકી (પ્રવૃત્તિ), અલ્પ પરિગ્રહપણું, સ્વભાવની સરળતા અને નમ્રતા એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે. भाष्यम्- अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्यायुष आम्रवो भवति ॥१८॥ ૧. આ બે સિવાય ભાખના એ “ચ' શબ્દથી માંસાહાર, પંચેન્દ્રિયવધ વગેરે પણ નરક આયુષ્યના આથવો જાણવા. (હરિ. ટિકા ર ા. कुणिमाह पञ्चेन्द्रियवधादि ग्रहः) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy