________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
છે. તે પ્રમાણે જ દર્શનાવરણના આશ્રવો પણ તે જ (જ્ઞાનાવરણના છે તે જ સમજવા.) ॥૧૧॥
સૂત્રમ્- ૩:વશો તાપાડઽન-વધ-જીવનાન્યાત્મપોમયસ્થાન્ય દેઘસ્ય દ્દ-સા અર્થ- દુ:ખ, શોક, તાપ, આફ્રન્દન, વધ, પરિદેવન એ છ' પોતે અથવા બીજાને કરાવે કે પોતે અને બીજા બંને (દુ:ખ શોકાદિ) કરે તે અશાતાવેદનીયનો આશ્રવ છે.
૧૫૬
भाष्यम् - दुःखं शोकस्ताप आक्रन्दनं वधः परिदेवनमित्यात्मसंस्थानि परस्य क्रियमाणान्युभयोश्च क्रियमाणान्यसद्वेद्यस्यास्रवा भवन्तीति ॥१२॥
અધ્યાય - ૬
અર્થ- દુ:ખ, શોક, તાપ, આક્રુન્દન, વધ, મૂર્છિતપણું-આ કાર્યો પોતાના આત્માને, બીજાને કે બંનેને કરવું તે અશાતાવેદનીયના આશ્રવો છે. (તેનાથી અશાતાવેદનીય કર્મ બંધાય છે) ૧૨॥
सूत्रम् - भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ।।६-१३। અર્થ- ભૂતાનુકમ્પા, વ્રત્યનુકમ્પા, દાન, સરાગસંયમ આદિ યોગ, ક્ષમા અને પવિત્રતા એ શાતાવેદનીય (કર્મ) ના આશ્રવ છે.
भाष्यम्- सर्वभूतानुकम्पा अगारिष्वनगारिषु च व्रतिष्वनुकम्पाविशेषो दानं सरागसंयमः संयमासंयमोऽकामनिर्जरा बालतपो योगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्यास्रवा भवन्ति ॥ १३ ॥
અર્થ- સર્વજીવો પ્રતિ અનુકમ્પા, વ્રતધારી ગૃહસ્થો તથા સાધુઓ પ્રતિ અનુકમ્પા વિશેષ, દાન, સરાગ સંયમપાલન, દેશવિરતિ પાલન, અકામ નિર્જરારૂપ બાલતપ કરવો (અગ્નિપ્રવેશ વગેરે), યોગ (લોક સંમત નિર્દોષ પ્રવૃત્તિ) ક્ષમા રાખવી તેમજ પવિત્રતા (લોભનો ઉપશમ તેમજ પાણીથી અંગપ્રક્ષાલન) એ શાતાવેદનીયના આસ્રવો છે. ।।૧૩/
सूत्रम् - केवलिश्रुतसंघधर्मदेवावर्णवादो दर्शनमोहस्य ॥६- १४॥
અર્થ- શ્રી કેવળજ્ઞાની ભગવંતો, શ્રુત (શાસ્ત્રો), સંઘ, ધર્મ અને દેવોની નિંદા એ દર્શનમોહનીય કર્મના આથવો છે.
भाष्यम्- भगवतां परमर्षीणां केवलिनामर्हत्प्रोक्तस्य च साङ्गोपाङ्गस्य श्रुतस्य चातुर्वर्णस्य सङ्घस्य पञ्चमहाव्रतसाधनस्य चतुर्विधानां च देवानामवर्णवादो दर्शनमोहस्यास्रवा इति ||१४||
અર્થ- પરમર્ષિ શ્રી કેવળજ્ઞાની ભગવંતોનો તથા શ્રી અરિહંત પરમાત્માએ કહેલ અંગ-ઉપાંગો સહિત
૧. દુ:ખાદિ છ નો અર્થ-બહારના કે અંદરના કોઈપણ નિમિત્તથી પીડા થવી તે દુ:ખ, કોઈ હિતસ્ત્રી વગેરેનો સંબંધ તુટવાથી જે ખેદ થાય તે શોક, અપમાન વગેરેથી મન કલુષિત થાય તેના કારણે જે તીવ્ર સંતાપ થાય તે તાપ, ગદ્ગદ્ સ્વરથી આંસુ પડતા રોવું-પીટવું તે આન્દન, કોઈનો પ્રાણ લઈ લેવો તે વધ, વિયોગીના ગુણોનું સ્મરણ કરતા જે કરુણાજનક રુદન અને મૂર્છિત અવસ્થા પ્રાપ્ત કરવી તે પરિદેવન આ રીતે તર્જન, તાડન પણ લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org