________________
૧૫૨
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
કરીને પણ વિશેષતાએ (કર્મ) બન્ધ થાય છે. (જેમકે, તીવ્રશક્તિવાળા કરતાં તીવ્રતર શક્તિવાળો વધારે બંધ કરે છે અને એના કરતાં તીવ્રતમ શકિતવાળો વધારે બંધ કરે છે. એમ સમજવું.) IIળા.
भाष्यम्- अत्राह- तीव्रमन्दादयो भावा लोकप्रतीताः, वीर्यं जीवस्य क्षायोपशमिकः क्षायिको वा भाव इत्युक्तम्, अथाधिकरणं किमिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે તીવ્રમંદાદિ ભાવો લોકપ્રતીત (પ્રસિદ્ધ) છે અને વીર્ય એ જીવન માયોપથમિક કે ક્ષાયિક ભાવ છે. તે તો આપશ્રીએ કહ્યું છે. હવે અધિકરણ શું છે? (તે કહો ને.) (ઉત્તરકાર) કહેવાય છે અહીં..
सूत्रम्- अधिकरणं जीवाजीवाः॥६-८॥ અર્થ- અધિકરણ-સાધન બે જાતના છે. (૧) જીવ અધિકરણ અને (૨) અજીવ અધિકરણ.
भाष्यम्- अधिकरणं द्विविधम् द्रव्याधिकरणं भावाधिकरणं च, तत्र द्रव्याधिकरणं छेदनभेदनादि शस्त्रं च दशविधम्, भावाधिकरणमष्टोत्तरशतविधम्, एतदुभयं जीवाधिकरणमजीवाधिकरणं च ॥८॥
તત્ર
અર્થ- અધિકરણ બે પ્રકારનું છે. (૧) દ્રવ્ય અધિકરણ અને (૨) ભાવ અધિકરણ. તેમાં (૧) દ્રવ્ય અધિકરણ- છેદન ભેદન આદિ તથા દશ પ્રકારનાં શસ્ત્રો' (૨) ભાવ અધિકરણ-એકસો આઠ પ્રકારનું છે. આ બંને ભેદો (દ્રવ્ય-ભાવ) જીવ અધિકરણ અને અજીવ અધિકરણ રૂપ છે. દા. તેમાં...
सूत्रम्- आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारिताऽनुमत-कषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतु
વૈશ: ૬-શા. અર્થ- પ્રથમ જે જીવરૂપ અધિકરણ (તેનાં ૧૮ ભેદ કહેવાય છે) સંરક્ષ્મ, સમારભ અને આરંભ એ ત્રણ ભેદ એકેકના યોગભેદે ત્રણ પ્રકાર (૩ X ૩ = ૯), (તેના) કૃત-કારિત-અનુમતથી ત્રણ પ્રકાર (૯X ૩ = ર૭) અને (તેનાં) કષાયના ભેદોથી ચાર ભેદ (૨૭X૪ = ૧૮) છે.
भाष्यम्- आद्यमिति सूत्रक्रमप्रामाण्याजीवाधिकरणमाह, तत् समासतस्त्रिविधम्-संरम्भः समारम्भ आरम्भ इति। અર્થ- આદ્ય એટલે સૂત્રક્રમ અનુસાર જીવ અધિકરણ કહે છે. તે ટૂંકમાં ત્રણ પ્રકારે છે. (૧) સંરમ્ભ (૨) સમારમ્ભ અને (૩) આરમ્ભ. (૧) શસ્ત્ર (૨) અમિ (૩) વિષ (૪) લવણ (૫) સ્નેહ (૬) ખાર (૭) ખટાશ (૮) અનુપયુક્ત મન (૯) અનુપયુક્ત વચન અને (૧૦) અનુપયુક્ત કાયા. તે ૧૦ પ્રકારના શસ્ત્રો. “વં સત્યવિ, ડું વિતવF તોળાવીરં પાવો ય કુત્તો, વાચા નો વિ II ” (હરિભદ્ર-ટીકા) ૨. ભાવ = તીવ્રાદિ પરિણામ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org