________________
સૂત્ર-૩૧
સભાખ્ય-ભાષાંતર
-
૧૪૧
-દ્રવ્યાસ્તિક સ્વતંત્ર હોઈ શકતું નથી કેમકે દ્રવ્યાસ્તિકમાં એકલો સત્ વિકલ્પ છે. જ્યારે માતૃકામાં સત્ અને અસતુ બંનેય વિકલ્પો છે. એટલે અસ્તિકમાં દ્રવ્યપ્રધાન છે માટે દ્રવ્યાસ્તિક. -માતૃકાપદાસ્તિકમાં અસત્ વિકલ્પ છે. અર્થાત સત અને અસત બંને વિકલ્પો છે. તેમાં માતૃકાપદની મુખ્યતા છે. તેના ઉપર દ્રવ્ય ઘટાવતાં નથી. તેમાં સત્ વિકલ્પ પણ આવે છે. અમાતૃકાપદ ઉપર ઘટાવતાં અસ વિકલ્પનો અભાવ થતો નથી. જેથી અસત્ વિકલ્પ પણ આવે છે. આ રીતે સત્ = અસ્તિ, અસત્ = નાસ્તિ. આ બે ભાંગા અસ્તિ-નાસ્તિ અપેક્ષાએ કે બીજી અપેક્ષાએ ભેગા કરવાથી સતું પણ નહિ કહી શકાય કે અસત પણ નહિ કહી શકાય. એટલે અસ્તિ-નાસ્તિ એ બે યુગપદ્ કહેવાશે. -હવે ઉત્પન્નાસ્તિકમાં સત-અસત-અવાચ્ય એ ત્રણ વિકલ્પો છે. -પર્યાયાસ્તિકમાં પણ સત્-અસતુ-અવાચ્ય એમ ત્રણ વિકલ્પો છે. -ઉત્પાદ- વ્યય-ધ્રુવ-ઉપન્નઈવા વિગમેઈ વા ઘુવેઈવા આ ત્રણ માતૃકાપદ છે. ઉપન્નઈવા = ઉત્પન્ન થાય છે, વિગમેઈવા = નાશ થાય છે અને ધુવેઈવા = સ્થિર રહે છે. ત્રણેય માતૃકા પદમાં ઈ શબ્દ છે. એટલે ઉત્પન્ન થાય છે એમ કહે છે, પણ તેજ સમયે ઈ શબ્દથી નાશ અને ધ્રુવતા પણ અધ્યાહારથી જણાવે છે. આનું નામ સ્યાદ્વાદ છે. એટલે ઉત્પન્ન થાય છે- એમ બોલતા નાશ અને સ્થિર પણ અધ્યાહારથી છે. એ જ પ્રમાણે વિગમેઈવા, ધુવેઈવા સમજવું. -અસ્તિ-નાસ્તિ-અવાચ્ય અથવા સતુ-અસતુ-અવકતવ્ય. એક અર્પણાથી સત્ છે બીજી અર્પણાથી અસત્ છે. (૧) સ્યાદ્ અસ્તિ-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ સ્વરૂપથી છે. (૨) સ્યાદ્ નાસ્તિ-પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ, પરરૂપે (૩) સ્યાદ્ અવકતવ્ય - તે બંને જાણાવવામાટે કોઈ શબ્દ નથી. એટલે અવફતવ્ય. (૪) સ્યાદ્ અસ્તિ-નાસ્તિ – પદાર્થ એક સમયે સ્વરૂપ છે અને તે જ સમયે પરરૂપે નથી. સત્ અને અસતુ બંને એક સાથે છે. એ ચોથો ભાંગો અસ્તિ-નાસ્તિ થયો. (૫) સ્યાદ્ અસ્તિ અવફતવ્ય-પદાર્થ સ્વસ્વરૂપે છે અને તે જ વખતે અવફતવ્ય છે માટે સ્યાદ્ અસ્તિ અવફતવ્ય. (૬) સ્યાદ્ નાસ્તિ અવફતવ્ય- પદાર્થ પરરૂપે નથી અને તે જ વખતે અવકતવ્ય છે. તેથી સ્વાદનાસ્તિ અવફતવ્ય છે. (૭) સ્યાદ્ અસ્તિનાસ્તિ અવકતવ્ય- એ જ રીતે પદાર્થમાં અસ્તિપણે નાસ્તિપણું અને અવકતવ્ય એક સાથે જ છે. માટે અસ્તિ-નાસ્તિ-અવકતવ્ય એ સાતમો ભાંગો.
આ સાત ભાંગા તે સમભંગી કહેવાય છે. તેથી ઓછા વધતા થાય નહિ. અર્થાત છે કે આઠ થાય નહિ. આ સાત પ્રકારના વચનપ્રકાર છે. મેષ અર્થાનિ આ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનય ભેદથી અર્થ એક દ્રવ્ય છે, બે દ્રવ્ય છે, ઘણાં દ્રવ્ય છે. તે સત્ છે અને નાસ્તિભેદે અસત્ છે. માતૃપતિ - માતૃકાપદનું પણ માતૃકાપદ એકવચન, માતૃકા પદ ઢિ.વ. અને માતૃકાપદ બ.વ. તે સત્ છે અને અમાતૃકાપદ એ.વ. માં, અમાતૃકાપદ દ્વિવ માં અને અમાતૃકાપદ બ.વ. માં નથી તે અસત્. આ પ્રમાણે દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક એ બંનેનો દ્રવ્યાર્થિકનયમાં સમાવેશ થયો. હવે ઉત્પન્નાસ્તિક જે પર્યાયાર્થિક નય છે તે કહીએ છીએ. ત્પન્નતિશ્ય... ઉત્પન્નાસ્તિકનું એટલે પર્યાયાર્થિક નયનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org