________________
તવાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
એ લક્ષણ યુકત છે. સત નિત્ય છે, જ્યારે વિવક્ષિત સત ની ધ્રુવ અંશ તરફ વિવક્ષા થાય ત્યારે સત્ નિત્ય લાગે છે. પરંતુ જ્યારે સત્ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય તરફ લક્ષ જાય ત્યારે તે સત્ ઉત્પત્તિ અને નાશ હોવાને કારણે અનિત્ય લાગે છે. પરંતુ ખરી રીતે સત્માં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણેય છે અને તે નિત્ય જ છે. જ્યારે વિવક્ષાભેદથી અનિત્ય પણ લાગે છે. તે આપણે જોયુ. આ રીતે અર્પિત-અનર્પિતથી એક જ વસ્તુમાં નિત્યત્વ અનિત્યત્વ તેમજ સ્થિરત્વ અને ઉત્પાદવ્યયથી અસ્થિરત્વ સિદ્ધ થાય છે. આ બધુ નયભેદથી સિદ્ધ થઈ શકે તેમ છે. -તિ વ્યવરિહં આ રીતે વ્યવહારમાં અર્પિત અને અનર્પિત બંને જાતના વ્યવહાર થઈ શકે છે. એટલે અર્પિત વ્યવહારિક અનેક અનર્પિત વ્યવહારિક એ અર્થ છે. એમ સમજવું. પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે. અને અનેક રીતે તેનો વ્યવહાર થઈ શકે છે અર્પણા-અર્પણાથી કે મુખ્યગૌણ ભાવથી. અપેક્ષા ભેદથી કોઈપણ એક વસ્તુના અનેક ધર્મો પૈકી કોઈ એક ધર્મનું અને કયારેક એમાં રહેલા બીજા વિરુદ્ધ દેખાય છે. તે ધર્મનો વ્યવહાર કરીએ ત્યારે એ કોઈ પણ અપ્રામાણિક સાબિત થતું નથી. પરંતુ પ્રામાણિક સિદ્ધ થાય છે. જેમકે આત્મા નિત્ય-અનિત્ય. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય. આ રીતે વ્યવહારમાં વિદ્ધ દેખાતા ધમ સંબંધી જે રીતે કહેલું હોય ત્યારે મુખ્ય-ગૌણભાવે કહેવાય છે. જ્યારે એમ કહેવાય કે બધા આત્મા સરખા છે ત્યારે આત્મા (સત) ને ધ્રુવઅંશથી વિવક્ષા (વ્યવહાર) થયેલ છે. જ્યારે એમ કહેવાય કે બધા જીવ સરખા હોતા નથી. ત્યારે એમાં પર્યાયદ્રષ્ટિથી વિવક્ષા (વ્યવહાર) છે. આ રીતે દ્રવ્ય અને પર્યાય દ્રષ્ટિથી જુદો જુદો વ્યવહાર વિવક્ષાથી કરી શકાય છે. એવી રીતે, એકત્વ- અનેકત્વ ધર્મયુગ્મ લેવાય. સદ્ગતુર્વિધ... હવે સત્ ચાર પ્રકારે છે તે આ રીતે, (૧) દ્રવ્યાસ્તિક (૨) માતૃકાપદાસ્તિક (૩) ઉત્પન્નાસ્તિક અને (૪) પર્યાયાસ્તિક. અહીંયા સત નિત્ય છે, અસત્ અનિત્ય છે. સત્ ના ચાર ભેદ થાય છે: નહિ ત્રણ કે નહિ પાંચ. તેમાં દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક તે દ્રવ્યનય છે. ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિક તે પર્યાયનય છે. જ્યાં હોવાપણાની અર્થાત્ અસ્તિપણાની બુદ્ધિ છે તેનું નામ આસ્તિક. “સતુ' દ્રવ્ય છે એટલે દ્રવ્યાસ્તિકનયના પ્રતિપાદનથી દ્રવ્યનું અસ્તિપણું છે. દ્રવ્યાસ્તિકમાં એકલો સત્ વિકલ્પ છે. (અસતુ વિકલ્પ ન હોય છે જેમકે, “જીવ એક દ્રવ્ય છે.” તો જીવની અપેક્ષાએ છવદ્રવ્ય છે. તે દ્રવ્ય અર્પણા થઈ. બીજા ચાર દ્રવ્યો છે તે અહીં ગૌણ છે = અનVણા છે. એટલે કુલ પાંચ વિકલ્પો થયા. (અર્પણા ૪ + અર્પણાનો ૧ = ૫) એવી રીતે બે દ્રવ્યો-બે સંયોગ કોઈ પણ બે દ્રવ્યો જોડકાની અર્પણાથી અને બાકીના અનપણાથી-દશવિકલ્પો થાય. તેમ ધણાં દ્રવ્યો સાથેનો અર્પણાથી તેમજ અનપણાથી ત્રણ સંયોગી દશ વિકલ્પો થાય, ચાર સંયોગી દશ અને પાંચ સંયોગી એક વિકલ્પ થાય. એમ કુલ વિકલ્પો ૩૬ થાય. એટલે એક સંયોગીના પાંચ, બે સંયોગીના ૧૦, ત્રણ સંયોગીના, દશ ચાર સંયોગીના દશ અને પાંચ સંયોગીનો એક એમ કુલ છત્રીસ' વિકલ્પો થયા. અહીં એક બે કે તેથી વધુ સંખ્યા દ્રવ્ય ઉપર સ્વતંત્ર રીતે ઘટાવે છે.
૧. પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈએ બહાર પાડેલ તત્વાર્થસૂત્રના ૧લા ભાગમાં પૃ નં. ર૯૬, પંક્તિ ૧૦મી માં ચતુઃસંયોગીના ૧૦ ભાંગા લખ્યા છે. પરંતુ અમારા ખ્યાલમાં પાંચ વસ્તુના ચતુઃસંયોગી ભાંગા પાંચ થાય જેથી કુલ સંખ્યા ૩૬ ને બદલે ૩૧ થાય. આમ અમને બેસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org