________________
સૂર-૩૧
સભાખ્ય-ભાષાંતર
૧૩૯
अमातृकापदं वा अमातृकापदे वा अमातृकापदानि वा असत् । उत्पन्नास्तिकस्य, उत्पन्नं वोत्पन्ने वोत्पन्नानि वा सत्, अनुत्पन्नवाऽनुत्पन्नेवाऽनुत्पन्नानि वाऽसत् । अर्पितेऽनुपनीते न वाच्यं सदित्यसदिति वा, पर्यायास्तिकस्य सद्भावपर्याये वा सद्भावपर्याययोर्वा सद्भावपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा सत्, असद्भावपर्याये वा असद्भावपर्याययोर्वा असद्भावपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वाऽसत्, तदुभयपर्याये वा तदुभयपर्याययोर्वा तदुभयपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा न वाच्यं सदित्यसदिति वा, देशादेशेन विकल्पयितव्यमिति ॥३१॥ અર્થ- ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એમ ત્રિવિધરૂપે સત્ અને નિત્ય એમ બનેય એક યા બીજી અપેક્ષાથી સિદ્ધ થઈ શકે છે. (આ રીતે અર્પિત (અપેક્ષા) થી અને અનર્પિત (અપેક્ષાન્તર-બીજી અપેક્ષા) થી
વ્યવહાર થઈ શકે છે. એટલે અર્પિત વ્યવહાર-અનર્પિત વ્યવહાર.) -હવે તે સત્ ચાર પ્રકારે છે. તે આ રીતે, (૧) દ્રવ્યાસ્તિક, (૨) માતૃકાપદાસ્તિક, (૩) ઉત્પન્નાસ્તિક (અને ૪) પર્યાયાસ્તિક. -(દ્રવ્યાસ્તિના) અર્થપદો-એક દ્રવ્ય છે, બે દ્રવ્યો છે કે ઘણાં દ્રવ્યો છે તે સત્ દ્રવ્યાસ્તિકમાં અસત્નામ (અસત્ વિકલ્પો) નથી હોતા. -માતૃકાપદાસ્તિકના પણ-એક વચન માતૃકાપદ, દ્વિવચન માતૃકાપદ કે બહુવચનમાતૃકાપદો તે સત્. અને એક એ માતૃકાપદ, બે અ માતૃકાપદ કે ઘણાં અ માતૃકાપદ તે અસત્. -ઉત્પન્નાસ્તિકના (વિકલ્પો)- એ.વ. ઉત્પન્ન, દ્ધિ. વ. ઉત્પન્ન કે બ.વ. ઉત્પન્ન તે સતું. અને એ.વ. અનુત્પન્ન, દ્ધિ.વ. અનુત્પન્ન કે બ.વ. અનુત્પન્ન તે અસતુ. વિવક્ષિત અપેક્ષાએ ક્રમપૂર્વક યુગપતું વાચ્ય નથી. (એટલે આત્મતત્વાદિ સત્ કે અસતુ એક સાથે કરી શકાશે નહિ.) -પર્યાયાસ્તિકના (વિકલ્પો) એક સદ્ભાવપર્યાયમાં, બે સદ્ભાવપર્યાયમાં કે ઘણાં સદ્ભાવ પર્યાયમાં અપેક્ષિત એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો સત્ છે. (જેની વિવેક્ષા નથી. પરંતુ બીજા પર્યાયોમાં છે ખરા-એવા) અસદ્ભાવપર્યાય એકવચન અસદ્ભાવપર્યાય, દ્ધિ.વ. અસદ્ભાવપર્યાય બ.વ. અસદ્ભાવપર્યાયમાં અપેક્ષિત એક દ્રવ્ય કે બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો તે અસત્ છે. સત્ અસત્ રૂપ એક ઉભયપર્યાયમાં, બે ઉભયપર્યાયમાં કે ઘણાં ઉભયપર્યાયમાં આદિષ્ટ (અપેક્ષિત) એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો તે સતુ કે અસત્ એમ બંને રીતે કહેવાય નહિ. (અહીં સુધી કુલ ત્રણ ભાંગા સપ્તભંગીના થયા.) સકલાદેશ અને વિકલા દેશથી બાકીના ભાંગા કરી લેવા. [વિશેષ સમજુતી] ઉપર સતના લક્ષણમાં (૨૯ માં સૂત્રમાં) ઉત્પાદ-વ્યય-ધ્રુવથી યુક્ત તે સત નું લક્ષણ આપ્યું છે. અને ૩૦ માં સૂત્રમાં સત ભાવથી અવ્યય તે નિત્ય છે. કારણકે તે પોતાના સ્વભાવથી ચૂત નથી થતું. વળી આ અધ્યાયના ૩જા સૂત્રમાં (નિત્યાવસ્થિતાન્યરૂપાણિ ૫-૩ માં) સર્વદ્રવ્યો નિત્ય જણાવ્યા છે. એટલે કાકાર શંકા કરે કે સત્ નિત્ય છે, સત વ્યયવાળું પણ છે અને નિત્ય અવ્યયવાળું છે. તો સત નિત્ય શી રીતે ? અને નિત્ય એ સત્ કઈ રીતે હોઈ શકે ? તથા ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા ત્રણે એક સાથે શી રીતે ઘટે ? તેના જવાબ માટે આ ૩૧ મું સૂત્ર છે. તે વાત સિદ્ધ થઈ શકે-અપેક્ષાથી અને અપેક્ષાન્તરથી ઈતિ સૂત્રાર્થ. ભાષ્ય વિવેચન- સત-ઉત્પાદ, વ્યય અને ધ્રુવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org