________________
૧૩૮
તત્તાથધિગમ સૂત્ર
અધ્યાય - ૫
અહીં કહેવાય છે.
सूत्रम्- उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ॥५-२९।। અર્થ- ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા આ ત્રણ યુફત જે છે તે સંતુ કહેવાય છે (અર્થાત્ વિદ્યમાન છે.)
भाष्यम्- उत्पादव्ययाभ्यां ध्रौव्येण च युक्तं सतो लक्षणम्, यदुत्पद्यते यळ्येति यच्च ध्रुवं तत्सत्, મતોગચલિતિ રા. અર્થ- સત્ નું લક્ષણ-ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા સહિત (જે) છે તે સત્ છે. જે ઉત્પન્ન થાય છે, જે નાશ પામે છે અને જે સ્થિર રહે છે તે સત એટલે વિદ્યમાન અને તેનાથી વિપરીત તે અસત (અવિદ્યમાન.) રા.
भाष्यम्- अत्राह-गृह्णीमस्तावदेव लक्षणं सदिति, इदं तु वाच्यं-तत्किं नित्यमाहोस्विदनित्यमिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે આ લક્ષણવાળું સત’ તે અમે સમજ્યા. પરંતુ તે તો કહો કે શું તે (સત) નિત્ય કે અનિત્ય ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં...
सूत्रम्- तद्भावाव्ययं नित्यम् ॥५-३०॥ અર્થ- તે (સત) સ્વસ્વરૂપથી જે ન ફરે (ન બદલાય) તે નિત્ય. (ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા એ સ્વભાવથી જે Àત ન થાય તે નિત્ય.)
भाष्यम्- यत्सतो भावान्न व्येति न व्येष्यति तनित्यमिति ॥३०॥ અર્થ- જે સત્ સ્વભાવથી ફરતું નથી અને કયારે પણ બદલાશે નહિ તે નિત્ય જાણવું. સવા
सूत्रम्- अर्पितानर्पितसिद्धेः ॥५-३१॥ અર્થ- અપેક્ષાથી કે અપેક્ષાન્તરથી તે સિદ્ધ થઈ શકે છે. (અથવા, એક યા બીજી અપેક્ષાથી તે સિદ્ધ થાય છે. અથવા, અર્પણા અને અનપણાથી એ સાબિત થઈ શકે છે. અથવા, વિવક્ષાનુસાર મુખ્ય-ગૌણભાવથી વ્યવહાર કરી શકાય છે.),
भाष्यम्- सच्च त्रिविधमपि नित्यं च उभे अपि अर्पितानर्पितसिद्धेः, अर्पितं व्यावहारिकमनर्पितमव्यावहारिकं चेत्यर्थः, तच्च सच्चतुर्विधम्, तद्यथा-द्रव्यास्तिकं मातृकापदास्तिकमुत्पन्नास्तिकं पर्यायास्तिकमिति, एषामर्थपदानि द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा सत्, असन्नाम नास्त्येव द्रव्यास्तिकस्य। मातृकापदास्तिकस्यापि, मातृकापदं वा मातृकापदे वा मातृकापदानि वा सत्,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org