________________
સૂત્ર-૨૧
સભાખ્ય-ભાષાંતર
૧૩૧
અર્થ- તે આ રીતે, ઈષ્ટ (મનગમતા) સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણ, અને શબ્દો સુખના પ્રયોજનરૂપ છે અને તે અણગમતા (સ્પર્શાદિ) દુઃખના (પ્રયોજન રૂ૫ છે.) સ્નાન, આચ્છાદન (વસ્ત્ર), વિલેપન, ભોજન આદિ વિધિપૂર્વક પ્રયુક્ત જીવનના નિમિત્તરૂપ અને આયુષ્યના અનપવર્તનરૂપ છે. (અને) વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે મરણના નિમિત્તરૂપ છે અને આયુષ્યના અપવર્તનરૂપ છે.
भाष्यम्- अत्राह-उपपन्नं तावदेतत् सोपक्रमाणामपवर्तनीयायुषाम्, अथानपवायुषां कथमिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે-આ સોપકમી અપવર્તનીય આયુષ્યવાળાને યુફત છે પણ અનપવર્તનીય આયુષ્યના નિમિત્તરૂપ કેવી રીતે થાય ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં
भाष्यम्- तेषामपि जीवितमरणोपग्रहः पुद्गलानामुपकारः, कथमिति चेत्तदुच्यते, અર્થ- તેમને (અનાવર્તનીય આયુષ્યવાળાને) પણ જીવિત અને મરણના નિમિત્તભૂત પુદ્ગલોનું ઉપકાર (પ્રયોજન) પણું છે- તે શી રીતે એમ પૂછતાં હો તો કહીએ છીએ...
भाष्यम्- कर्मणः स्थितिक्षयाभ्याम्, कर्म हि पौद्गलमिति, आहारश्च त्रिविधः सर्वेषामेवोपकुरुते, किं कारणम् ?, शरीरस्थित्युपचयबलवृद्धिप्रीत्यर्थं ह्याहार इति ॥२०॥ અર્થ- આયુષ્યકર્મની સ્થિતિથી જીવિત છે અને ક્ષયથી મરણ છે. વળી કર્મ એ પુદ્ગલ જ છે. તેમજ ત્રણે પ્રકારનો આહાર બધાને ઉપકાર કરે છે. શા માટે ? (એમ પ્રશ્ન થયે છતે) શરીરની સ્થિતિ, ઉપચય, બળ (શક્તિ) વૃદ્ધિ તથા પ્રીતિ માટે જ આહાર ઉપકારક છે. તેથી પુદ્ગલો જીવિત-મરણમાં ઉપકારક છે.) રબા
भाष्यम्- अत्राह-गृह्णीमस्तावद्धर्माधर्माकाशपुद्गला जीवद्रव्याणामुपकुर्वन्तीति, अथ जीवानां क उपकार इति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે તે તો સમજ્યા કે ધર્મ-અધર્મ-આકાશ-પુદગલ એ જીવ દ્રવ્યને ઉપકારક (પ્રયોજન રૂ૫) છે. હવે કહો કે જીવોનો શો ઉપકાર છે ? (ઉત્તરાકાર) કહેવાય છે. અહીં
सूत्रम्- परस्परोपग्रहो जीवानाम् ॥५-२२॥' અર્થ- પરસ્પર નિમિત્તરૂપ (સહાયરૂપ થવું તે) જીવોનો ઉપકાર છે.
૧. .- ૩પવો નાણામ્ I-૮ એ લક્ષણ છવનું આવ્યું છે તો આ (પ-ર૧)માં અને તે (૨-૮)માં શો ફરક છે. જવાબ-ઉપયોગ
એ જીવને સર્વથા-સર્વદા સર્વ જીવોને હોય છે. જો કે હોય છે તરતમભાવથી. જ્યારે આ સૂત્ર કાર્યદ્વારા જીવનું લક્ષણ બતાવે છે. ધર્માદિના કાર્ય દ્વારા જે લક્ષણો (ઉપકાર) તે એમના સ્વભાવથી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org