________________
૧૩૨
તત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૫
भाष्यम्- परस्परस्य हिताहितोपदेशाभ्यामुपग्रहो जीवानामिति ॥२१॥ અર્થ- (પરસ્પર) એકબીજાને હિતાહિતના ઉપદેશ નિમિત્ત દ્વારા જીવોનો ઉપકાર છે. રહ્યા
भाष्यम्- अत्राह-अथ कालस्योपकारः क इति ? अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે હવે કાળનો શો ઉપકાર છે? (ઉત્તરાકાર) કહેવાય છે અહીં
सूत्रम्- वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ॥५-२२॥ અર્થ- વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ પાંચ પ્રકારે બીજા દ્રવ્યોના નિમિત્તભૂત બનવારૂપ કાળનો ઉપકાર (પ્રયોજન) છે.
भाष्यम्- तद्यथा-सर्वभावानां वर्तना कालाश्रया वृत्तिः, वर्तना उत्पत्तिः स्थिति: अथ गति: प्रथमसमयाश्रया इत्यर्थः ।। અર્થ- તે આ રીતે, સર્વભાવોનું વિદ્યમાનપણું તે કાળના આશ્રયે છે. વર્તના-ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ પ્રથમ સમય આશ્રિત છે.
भाष्यम्- परिणामो द्विविधः-अनादिरादिमांश्च, तं परस्ताद्वक्ष्यामः । અર્થ- પરિણામે બે પ્રકારે છે (૧) અનાદિમાનું અને (૨) આદિમાન, તે આગળ (અ. ૫ - સૂ. ૪ર માં) કહીશું.
भाष्यम्- क्रियागतिः, सा त्रिविधा-प्रयोगगति: विनसागति: मिश्रिकेति । અર્થ- ક્રિયા એટલે ગતિ. તે ત્રણ પ્રકારે છે. (૧) પ્રયોગ ગતિ (જે જીવની પ્રેરણાથી થાય છે.) (૨) વિસસાગતિ (જે ગતિમાન પદાર્થોમાં સહજગતિ થાય છે.) અને (૩) મિથિકા ગતિ (જે જીવની પ્રેરણાથી અને સહજ ગતિ થાય તે એમ ઉભય રીતે થાય તે).
भाष्यम्- परत्वापरत्वे त्रिविधं- प्रशंसाकृते क्षेत्रकृते कालकृते इति । तत्र प्रशंसाकृते परो धर्मः परं ज्ञानं अपरः अधर्मः अपरमज्ञानमिति, क्षेत्रकृते एकदिक्कालावस्थितयोर्विप्रकृष्टः परो भवति सनिकृष्टोऽपरः, कालकृते द्विरष्टवर्षाद्वर्षशतिकः परो भवति, वर्षशतिकाविरष्टवर्षोऽपरो भवति । तदेवं प्रशंसाक्षेत्रकृते परत्वापरत्वे वर्जयित्वा वर्तनादीनि कालकृतानि कालस्योपकार इति ॥२२॥ અર્થ- પરત્વ અને અપરત્વ ત્રણ પ્રકારે (૧) પ્રસંશાકૃત, (૨) ક્ષેત્રકૃતિ અને (૩) કાલકૃત. તેમાં પ્રસંશાકૃત-ધર્મ પ્રશસ્ત છે, જ્ઞાન તે સર્વોત્તમ છે. અધર્મ-અપ્રશસ્ત છે, અજ્ઞાન નિંદનીય છે.
૧. પરિણામ એટલે પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના પૂર્વ અવસ્થાનો ત્યાગ અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ. એવો પરિણામ છવમાં જ્ઞાનાદિ
તથા ક્રોધાદિપણ છે અને પુગલમાં કાળો, ધોળો વગેરે વર્ણ છે. તથા ધર્માસ્તિકાય વગેરેમાં અગુરુલઘુ ગુણની હાનિ-વૃદ્ધિરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org