________________
સૂત્ર-૧૮
સભાષ્ય-ભાષાંતર
૧૨૯
અર્થ- સંસારીજીવો (કામણ) યોગ સહિત હોવાથી અને સિદ્ધ ભગવંતો ચરમ શરીરના ત્રીજા ભાગથી હીન અવગાહનાવાળા હોવાથી (એક પ્રદેશાદિમાં જીવો અવગાહનાવાળા નથી.) I/૧૬
भाष्यम्- अत्राह- उक्तं भवता धर्मादीनस्तिकायान् परस्ताल्लक्षणतो वक्ष्याम इति, तत्किमेषां लक्षणमिति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) કહે છે કે આપશ્રીએ (અ. ૫ – સૂત્ર. ૧ માં) કહ્યું છે કે ધર્માદિ અસ્તિકાયોને લક્ષણપૂર્વક આગળ કહીશુ. તો તેમનું લક્ષણ શું છે ? (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
सूत्रम्- गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥५-१७॥ અર્થ- (ગતિમાન પદાર્થોને) ગતિમાં નિમિત્તરૂપ થવું તે ધર્માસ્તિકાય નો ઉપકાર અને સ્થિતિમાં નિમિત્તરૂપ થવું તે અધર્માસ્તિકાયનો ઉપકાર છે.
भाष्यम्- गतिमतां गतः स्थितिमतां च स्थितेः उपग्रहो धर्माधर्मयोरुपकारो यथासङ्ख्यम्, उपग्रहो निमित्तमपेक्षा कारणं हेतुरित्यनर्थान्तरम्, उपकारः प्रयोजनं गुणोऽर्थ इत्यनर्थान्तरम् ॥१७॥ અર્થ- ગતિવાળાને ગતિમાં અને સ્થિતિ (સ્થિર રહેવા) વાળાને સ્થિર (રહેવા) માં હેતુભૂત થવું તે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયનો અનુક્રમે ઉપકાર છે. ઉપગ્રહ, નિમિત્તકારણ, અપેક્ષાકારણ, હેતુ ઈત્યાદિ પર્યાયવાચી શબ્દો છે. ઉપકાર, પ્રયોજન, ગુણભૂત પદાર્થ ઈત્યાદિ એકાર્યવાચી છે ના
सूत्रम्- आकाशस्यावगाहः ॥५-१८॥ અર્થ- આકાશનો ઉપકાર (પ્રયોજન) અવગાહ આપવાનો છે.
भाष्यम्- अवगाहिनां धर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः। અર્થ- અવગાહિ (એટલે આધેય) એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદગલાસ્તિકાય (અને) જીવાસ્તિકાયને અવગાહ (આધાર આપવામાં નિમિત્ત રૂપ થવું તે) આકાશનો ઉપકાર (પ્રયોજન) છે.
भाष्यम्- धर्माधर्मयोरन्तः प्रवेससंभवेन पुद्गलजीवानां संयोगविभागैश्चेति ॥१८॥ અર્થ- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય (લોકકાશની) અંદર પ્રવેશીને તેમજ પુગલો અને જીવોનો સંયોગ અને વિભાગથી અવગાહ છે. ૧૮
૧. પુદ્ગલ અને જીવ સક્રિય હોવાના કારણે તેમજ આખા લોકાકાશને ધમધર્મની માફક વ્યાસ નહિ હોવાના કારણે જીવ-પુદગલોનો સંયોગ • અને વિભાગથી અવગાહ આકાશનું પ્રયોજન છે. અલોકમાં આકાશ છે પણ ધર્માદિ ચાર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org