________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્રમ્- પ્રવેશસંહાર વિસર્પામ્યાં પ્રીપવત્ ।।-૬।।
અર્થ- દીપક (ના પ્રકાશ) ની જેમ જીવપ્રદેશોના સંકોચ અને વિસ્તાર સ્વભાવથી (લોકના) અસંખ્યભાગાદિમાં અવગાહ ભજનીય છે.
૧૨૮
भाष्यम् - जीवस्य हि प्रदेशानां संहारविसर्गाविष्टौ प्रदीपस्येव ।
અને– જીવના જ પ્રદેશોનો પ્રદીપની જેમ સંકોચ-વિકાસ ઈષ્ટ છે.
અધ્યાય - ૫
માષ્યમ્- તદ્યથા- T- तैलवर्त्यग्न्युपादानप्रवृद्धः प्रदीपो महतीमपि कूटागारशालां प्रकाशयति अण्वीमपि माणिकावृतः माणिकां द्रोणावृतो द्रोणं आढकावृताश्चाढकं प्रस्थावृतः प्रस्थं पाण्यावृतो पाणिमिति । અર્થ- તે આ રીતે-તેલ, દીવેટ અને અગ્નિના ઉપાદાનથી વૃદ્ધિ પામેલ દીપક મોટા મકાનને પ્રકાશમાન કરે છે, નાના મકાનને પણ પ્રકાશમાન કરે છે. માણિકાથી વીંટળાયેલ માણિકાને પ્રકાશમાન કરે છે, દ્રોણથી ઢંકાયેલ દ્રોણને પ્રકાશમાન કરે છે, આકથી આવૃત કરાયેલ આઢક ને પ્રકાશમાન કરે છે, પ્રસ્થાથી આવરણ કરાયેલ પ્રસ્થાને પ્રકાશમાન કરે છે, પાણિથી ઢંકાયેલ પાણિને પ્રકાશમાન કરે છે.'
भाष्यम् - एवमेव प्रदेशानां संहारविसर्गाभ्यां जीवो महान्तमणुं वा पञ्चविधं शरीरस्कन्धं धर्माधर्माकाशपुद्गलजीवप्रदेशसमुदायं व्याप्नोतीति, अवगाहत इत्यर्थः ।
અર્થ- એ પ્રમાણે પ્રદેશોના સંકોચ અને વિકાસથી જીવ મોટા કે નાના પાંચ પ્રકારના ધર્મ-અધર્મઆકાશ-પુદ્ગલ અને જીવ પ્રદેશના સમુદાય રૂપ શરીર સ્કંધને વ્યાપે છે, એટલે કે અવગાહે છે.
भाष्यम्- धर्माधर्माकाशजीवानां परस्परेण पुद्गलेषु च वृत्तिर्न विरुध्यतेऽमूर्तत्वात् ॥ અર્થ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય (ચાર) નું એકરૂપીપણું પરસ્પર (એક બીજા) સાથે કે પુદ્ગલમાં રહેવું વિરોધવાળું નથી.
भाष्यम्- अत्राह-सति प्रदेशसंहारविसर्गसंभवे कस्मादसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति, प्रदेशादिष्विति ?, अत्रोच्यते
અર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે તે પ્રદેશનો સંહાર-વિકાસ થઈ શકે છે તો શા માટે (લોકાકાશના) અસંખ્યાતમા ભાગમાં જીવનો અવગાહ છે અને એક પ્રદેશાદિમાં કેમ (જીવનો અવગાહ) નથી ? (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
भाष्यम् - सयोगत्वात् संसारिणां चरमशरीरत्रिभागहीनावगाहित्वाच्च सिद्धानामिति ॥ १६ ॥
૧. માણિકાદિ નાના-મોટા આકારવાળા માપો છે. જેમ પેટીમાં હોય તે પેટી પ્રકાશમાન કરે અને રૂમમાં હોય તો રૂમને પ્રકાશમાન કરે. તેમ
૨. જે આકાશ પ્રદેશ ઉપર જીવ રહેલો છે તે આકાશ પ્રદેશ ઉપર અનેક જીવના પ્રદેશ હોય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org