________________
સૂત્ર-૧૫
भाष्यम् - धर्माधर्मयोः कृत्स्ने लोकाकाशेऽवगाहो भवतीति ॥१३॥ અર્થ- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સમસ્ત લોકાકાશમાં રહેલ છે. ૧૩
સભાષ્ય-ભાષાંતર
सूत्रम् - एकप्रदेशादिषुभाज्य: पुद्गलानाम् ॥५- १४॥ અર્થ- પુદ્ગલોનો અવગાહ એક પ્રદેશાદિમાં વિકલ્પ્ય છે.
भाष्यम्- अप्रदेशसङ्ख्येयासडख्येयानन्तप्रदेशानां पुद्गलानामेकादिष्वाकाशप्रदेशेषु भाज्योऽवगाहः, भाज्यो विभाष्यो विकल्प इत्यनर्थान्तरम्, तद्यथा - परमाणोरेकस्मिन्नेव प्रदेशे, व्यणुकस्यैकस्मिन् द्वयोश्च, त्र्यकस्यैकस्मिन् द्वयोस्त्रिषु च एवं चतुरणुकादीनां सङ्ख्येयासङ्ख्येयप्रदेशस्यैकादिषु सङ्ख्येयेष्वसङ्ख्येयेषु च, अनन्तप्रदेशस्य च ॥१४॥
અર્થ- અપ્રદેશી, સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી કે અનન્તપ્રદેશી પુદ્ગલોનો અવગાહ એક વગેરે આકાશ પ્રદેશમાં ભજનીય છે. ભાજ્ય, વિભાષ્ય અને વિકલ્પ એ એકાર્થવાચી છે. તે આ રીતે, પરમાણુનો (અવગાહ) એક જ (લોકાકાશના) પ્રદેશમાં હોય. દૃયણુક (બે પરમાણુના સમુહ) નો (અવગાહ) એક કે બે (લોકાકાશના) પ્રદેશમાં હોય. ઋણુક (ત્રણ પરમાણુના સમુહ) નો (અવગાહ) એક બે કે ત્રણ (લોકાકાશના) પ્રદેશમાં હોય. એ પ્રમાણે ચતુરણુક (ચાર પરમાણુના સમુહ) આદિ નો (અવગાહ), સંખ્યાત પરમાણુ-અસંખ્યાત પરમાણુનો (અવગાહ) એકાદિથી માંડીને સંખ્યાત અને અસંખ્યાત (લોકાકાશના) પ્રદેશમાં હોય છે અને અનન્તપ્રદેશી પુદ્ગલ સ્કંધનો (અવગાહ) પણ (એકાદિથી આકાશ પ્રદેશથી માંડીને સંખ્યાત અને અસંખ્યાત (લોકાકાશના) પ્રદેશમાં હોય છે.) ॥૧૪॥
સૂત્રમ્- અસવેવમા વિટ્ટુ નીવાનામ્ II-ક્ષ્ાા
અર્થ- લોકાકાશના અસંખ્યાતમા ભાગ વગેરેમાં જીવોનો અવગાહ છે.
૧૨૭
भाष्यम्- लोकाकाशप्रदेशानामसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति, आ सर्वलोकादिति ॥१५॥ અર્થ- લોકાકાશના પ્રદેશના અસંખ્યાતમા ભાગ વગેરેમાં જીવોનો અવગાહ છે. આખાય લોક`સુધી અવગાહ હોય છે. ૧૫૫
Jain Education International
भाष्यम् - अत्राह - को हेतुरसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवतीति ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે (કે) અસંખ્યેયભાગાદિમાં જીવોના અવગાહનું શું કારણ છે. ? (ઉત્તરકાર) અહીં કહેવાય છે.
૧. કેવલી સમુદ્દાત વખતે આખા લોકમાં અવગાહ હોય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org