SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૯ સભાખ્ય-ભાષાંતર ૧૦૭ भाष्यम्- द्विविधा वैमानिका देवा:-कल्पोपपन्ना कल्पातीताश्च, तान् परस्ताद्वक्ष्याम इति ॥१८॥ અર્થ- બે પ્રકારે વૈમાનિક દેવો-(૧) કલ્પોપપન્ન અને (૨) કલ્પાતીત. તેનું વર્ણન આગળ કહીશું. ll૧૮ાા सूत्रम्- उपर्युपरि ॥४-१९॥ અર્થ- વૈમાનિક નિકાયો ઉપર-ઉપર છે. भाष्यम्- उपर्युपरि च यथानिर्देशं वेदितव्याः, नैकक्षेत्रे, नापि तिर्यगधो वेति ॥१९॥ અર્થ- ઉપર-ઉપર વૈમાનિકના કલ્પો (આગળના સૂત્રમાં) નિર્દેશને અનુસાર જાણવા. પરંતુ એક ક્ષેત્રમાં કે તીર્જી યા અધોલોકમાં નહિ. ll૧લી सूत्रम्- सौधर्मेशानसनत्कुमारमाहेन्द्रबह्मलोकलान्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरार णाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्धे च ॥४-२०॥ અર્થ- સૌધર્મ-ઈશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાંતક-મહાશુક્ર-સહસ્ત્રારમાં, આનત-પ્રાણતમાં-આરણ-અર્ચ્યુતમાં, નવરૈવેયકમાં વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત અને સર્વાર્થ સિદ્ધમાં (વૈમાનિક દેવો) છે. भाष्यम्- एतेषु सौधर्मादिषु कल्पविमानेषु वैमानिका देवा भवन्ति, तद्यथा-सौधर्मस्य कल्पस्योपशानः कल्पः, ऐशानस्योपरि सनत्कुमारः, सनत्कुमारस्योपरि माहेन्द्र इत्येवमा सर्वार्थसिद्धादिति । सुधर्मा नाम शक्रस्य देवेन्द्रस्य सभा, सा तस्मिन्नस्तीति सौधर्मः कल्पाः, ईशानस्य देवराजस्य निवास ऐशान इत्येवमिन्द्राणां निवासयोग्याभिख्याः सर्वे कल्पाः । ग्रैवेयकास्तु लोकपुरुषस्य ग्रीवाप्रदेशविनिविष्टा ग्रीवाभरणभूताः, ग्रैवा ग्रीव्या ग्रैवेयका इति । અર્થ- આ સૌધર્મ આદિ કલ્પ વિમાનોમાં વૈમાનિક દેવો હોય છે. તે આ રીતે, સૌધર્મ કલ્પની ઉપર ઈશાનકલ્પ, ઈશાન કલ્પની ઉપર સનસ્કુમાર, સનસ્કુમારકલ્પની ઉપર માહેન્ડ... એ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધી જાણવું. સુધર્મનામની સભા શક્રનામના દેવોના ઈન્દ્રની છે. તે સભા તેમાં છે માટે તે સૌધર્મકલ્પ (એટલે સૌધર્મ દેવલોક.) ઈશાન ઈન્દ્રનું નિવાસસ્થાન તે ઈશાન (દેવલોક). એ પ્રમાણે ઈન્દ્રના નિવાસસ્થાને યોગ્ય નામવાળા સર્વ કલ્પો જાણવા. રૈવેયકો તો લોકપુરુષની ડોકપ્રદેશે (સ્થલે) રહેલા જાણવા. અથવા ડોકના આભરણભૂત તે ગ્રેવા, ગ્રીવ્યો, રૈવેયો, રૈવેયકો કહેવાય છે. भाष्यम्- अनुत्तराः पञ्च देवनामान एव, विजिता अभ्युदयविघ्नहेतव एभिरिति विजयवैजजयन्तजयन्ताः, तैरेव विघ्नहेतुभिर्न पराजिता अपराजिताः, सर्वेष्वभ्युदयार्थेषु सिद्धाः सर्वार्थेश्च ૧. જ્યોતિષ ચથી અસંખ્યાતયોજન ઉચે જતાં દક્ષિણ ભાગમાં સૌધર્મદેવલોક છે. ત્યાંથી ઉપર જતાં ઉત્તર ભાગમાં ઈશાન દેવલોક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy