________________
૧૦૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૪
मानुभाव:, विदेहेषु सान्तरद्वीपेषु दुष्षमसुषमा इत्येवमादिर्मनुष्यक्षेत्रे पर्यायापन्नः कालविभागो ज्ञेय રૂતિ 8ા અર્થ- આ (સુષમાદિ) છ અનુક્રમે અવસર્પિણિ અને પ્રતિક્રમે (પાછળથી લેવાતાં ક્રમે) ઉત્સર્પિણિ (એમ) ભરત-ઐરાવતક્ષેત્રોમાં અનાદિ અનંતકાળ પરિવર્તન પામે છે, જેમકે રાત-દિવસ. તે બંનેમાં શરીર, આયુષ્ય, શુભ પરિણામ વગેરેની અનંતગુણી હાનિ-વૃદ્ધિ થાય છે અને અશુભ પરિણામની વૃદ્ધિ-હાનિ (પણ અનંતગુણી) થાય છે. -બીજે (ભરત-ઐરાવત સિવાય) ફેરફાર (એટલે કે હાનિવૃદ્ધિ) થયા વિના સુષમ આદિ આરાઓ નિયત હોય છે. તે આ રીતે, કુરુ દિવકુર, ઉત્તરકુર) માં સુષમ સુષમ આરો, હરિવર્ષક્ષેત્ર અને રમ્યફક્ષેત્રમાં સુષમ આરો, હૈમવત અને હરણ્યવત ક્ષેત્રમાં સુષમદુષમના અનુભવવાળો આરો, વિદેહમાં અને અન્તરદ્વીપમાં દુષમસુષમઆરો. ઈત્યાદિ મનુષ્યક્ષેત્રમાં પર્યાય ક્રમે પ્રાપ્ત થયેલ કાલ વિભાગ છે. ll૧૫
સૂત્રમ્- વહિવસ્થિતા ૪-૨દ્દા અર્થ- મનુષ્યલોકની બહાર જ્યોતિષ્કો સ્થિર છે.
भाष्यम्- नृलोकाहियॊतिष्का अवस्थिताः, अवस्थिता इत्यविचारिणोऽवस्थितविमानप्रदेशा अवस्थितलेश्याप्रकाशा इत्यर्थः, सुखशीतोष्णरश्मयश्चेति ॥१६॥ અર્થ- મનુષ્યલોકની બહાર જ્યોતિષ્કો અવસ્થિત છે. અવસ્થિત એટલેન ફરતા. વિમાનપ્રદેશો (વિમાનો) સ્થિર છે તેમ વેશ્યા અને પ્રકાશ પણ સ્થિર છે એમ સમજવું. સુખકારી (સહન થઈ શકે તેવા) શીતોષ્ણ કિરણો તેમનાં હોય છે.
सूत्रम्- वैमानिकाः ॥४-१७॥ અર્થ- વૈમાનિકો એ ચોથી નિકાય છે.
भाष्यम्- चतुर्थो देवनिकायो वैमानिकाः, तेऽत ऊर्ध्वं वक्ष्यन्ते, विमानेषु भवा वैमानिकाः ॥१७॥ અર્થ- ચોથીનિકાય તે વૈમાનિકો છે. તે અહીંથી આગળ કહેવાશે. વિમાનમાં ઉત્પન્ન થનારા તે વૈમાનિકો. II૧ણા.
सूत्रम्- कल्पोपपन्ना: कल्पातीताश्च ॥४-१८॥ અર્થ- કલ્પપપન અને કલ્પાતીતો-એમ બે પ્રકારે વૈમાનિક દેવો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org