________________
સૂર-૧૫
સભાખ્ય-ભાષાંતર
૧૦૫
વર્ષમાં) એક-એક મહિનો વધારે હોય છે. સૂર્ય, સાવન, ચન્દ્ર, નક્ષત્ર, અભિવર્ધિત એ યુગોના નામો છે. ચોર્યાશીલાખ વર્ષ = એક પૂર્વાગ, ચોર્યાશી લાખ પૂવાંગ = એક પૂર્વ. એ પ્રમાણે અમૃત, કમલ, નલિન, કુમુદ, તુટ, અડડ, અવવ, હાહા, હૂહુ, આ માપો ચોર્યાશીલાખ ચોર્યાશીલાખ ગુણવાથી આવે છે. તે સંખ્યાત કાળ કહેવાય છે.
भाष्यम्- अत ऊर्ध्वमुपमानियतं वक्ष्यामः, तद् यथा हि नाम योजनविस्तीर्णं योजनोच्छ्रायं वृत्तं पल्यमेकरात्राद्युत्कृष्टसप्तरात्रजातानामङ्गलोम्नां गाढं पूर्णं स्याद् वर्षशताद्वर्षशतादेकैकस्मिन्नुद्धियमाणे शुद्धिनियमतो यावता कालेन तद्रिक्तं स्यादेतत्पल्योपमम्, तद्दशभिः कोटाकोटिभिर्गुणितं सागरोपमम्, तेषां कोटाकोट्यश्चतस्रः सुषमसुषमा, तिम्र: सुषमा, द्वे सुषमदुष्षमा, द्विचत्वारिंशद्वर्षसहस्राणि हित्वा एका दुष्षमसुषमा, वर्षसहस्राणि एकविंशतिर्दुष्षमा, तावत्येव दुष्षमदुष्षमा। અર્થ- આનાથી (એટલે સંખ્યાતથી) આગળનું (માપ) ઉપમાથી નિયત કરાય છે. તે કહીશું. તે ઉપમા) આ પ્રમાણે, એક યોજન વિસ્તારવાળો, એક યોજન ઉડો ગોળાકારે એક પ્યાલો (અર્થાત ખાડો) (લ્યો), તેમાં એક અહોરાત્રીથી માંડીને સાત અહોરાત્રીમાં જન્મેલાના રોમ (વાળ) વડે તેને ગાઢ ભરી દેવો. પછી ખાલી કરવાના ધ્યેયથી દર સો વર્ષે તેમાંથી એક-એક વાળ કાઢતાં જેટલાં કાળે તે (પ્યાલો) ખાલી થાય તે પલ્યોપમ. તે (પલ્યોપમને) દશકોડાકોડી સાથે ગુણવાથી એક સાગરોપમ કહેવાય છે. તેમાં ચારકોટાકોટી (સાગરોપમ)નો સુષમસુષમ આરો, એવા ત્રણ કોટાકોટી (સાગરોપમ)નો સુષમઆર, બે કોટાકોટી (સાગરોપમ)નો સુષમદુઃષમ આરો, જેમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછા છે એવા એક સાગરોપમનો દુઃષમ સુષમ આરો, એકવીસ હજાર વર્ષનો દુષમ આરો, તેટલાં જ માપનો (૨૧ હજાર વર્ષનો) દુષમદુષમ આરો છે.
भाष्यम्- एताअनुलोमप्रतिलोमा अवसर्पिण्युत्सर्पिण्यौ, भरतैरावतेष्वनाद्यनन्तं परिवर्तन्ते अहोरात्रवत्, तयोः शरीरायुः शुभपरिणामानामनन्तगुणहानिवृद्धी, अशुभपरिणामवृद्धिहानी, अवस्थितावस्थितगुणा चैकैकाऽन्यत्र, तद्यथा-कुरुषु सुषमसुषमा हरिरम्यकवासेषु सुषमा, हैमवतहैरण्यवतेषु सुषमदुष्ष
૧.૧ પૂર્વ X ૮૪ લાખ = ૧ અયુતાંગ, ૧ અયુતાંગ X ૮૪ લાખ = 1 અયુત, ૧અયુત X ૮૪ લાખ = ૧ મંગ, ૧ તુટ્યગં ૪૮૪ લાખ =1 ગુટિ. ૧ ટિX ૮૪ લાખ = ૧ અટાંગ (અડડાંગ), ૧ અટાંગ X ૮૪ લાખ = 1 અટ, ૧ અટX ૮૪ લાખ = ૧ અવવાંગ, ૧ અવવાંગ X ૮૪ લાખ = ૧ અવલ, ૧ હાહાંગX ૮૪ લાખ ૪૧ હાહા, ૧ અવવ X ૮૪ લાખ = ૧ હાહાંગ, ૮૪ લાખ ૧ હાહા X ૮૪ લાખ = હવંગ, ૧ હવંગ X ૮૪ લાખ = 1 હુહ ૧ હX ૮૪ લાખ = ઉત્પલાંગ, ૧ ઉત્પલાંગ X ૮૪ લાખ = ૧ ઉત્પલ, ૧ ઉત્પલ X ૮૪ લાખ = ૧ પધ્રાંગ, ૧પવાંગ X ૮૪ લાખ = ૧ પદ્મ, ૧ પu X ૮૪ લાખ = ૧નલિનાંગ, ૧ નલિનાંગ X ૮૪ લાખ = ૧ નલિન, ૧નલિન X૮૪ લાખ = ૧ અર્ધનિપૂરાંગ, ૧ અર્ધનિપૂરાંગX૮૪ લાખ = ૧ અર્ધનિપૂર, ૧ અર્ધનિપૂર X ૮૪ લાખ = ચૂલિકાંગ, ૧ ચૂલિકાંગ X ૮૪ લાખ = 1 ચૂલિકા, ૧ ચૂલિકાX ૮૪ લાખ = ૧ શીર્ષપ્રહેલિકાંગ, ૧ શીર્ષપ્રહેલિકાંગ X ૮૪ લાખ = ૧ શીર્ષ પ્રહેલિકા.
ગ્રન્થકારશ્રીએ ટૂંકમાં દર્શાવેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં પૂર્વ પછી લતાંગાદિ દર્શાવ્યો છે. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org