SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તત્તાથધિગમ સૂત્ર અધ્યાય - ૪. इति त्रिविधः । पुनस्त्रिविधः, परिभाष्यते-सङ्ख्येयोऽसङ्ख्येयोऽनन्तइति ॥ અર્થ-તે આ રીતે, અણુભાગો, ચારો, અંશો, કલાઓ, લવો, નાલિકાઓ (ઘડીઓ), મુહૂત, દિવસો, રાત્રીઓ, પખવાડિયાઓ, મહિનાઓ, ઋતુઓ, અયનો (ઉત્તરાયન-દક્ષિણાયન), સંવત્સરી (વર્ષો), યુગ એ પ્રમાણે લૌકિકની સમાન વિભાગ છે. વળી બીજી રીતે ભેદો વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણ પ્રકારે છે. વળી બીજી પણ ત્રણ રીતે કહેવાય છે - સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત (એમ ત્રણ રીતે) કાળ. भाष्यम्- तत्र-परमसूक्ष्मक्रियस्य सर्वजघन्यगतिपरिणतस्य परमाणोः स्वावगाहनक्षेत्रव्यतिक्रमकाल: समय इत्युच्यते परमदुरधिगमोऽनिर्देश्यः, तं हि भगवन्तः परमर्षयः केवलिनो विदन्ति, न तु निर्दिशन्ति, परमनिरुद्धत्वात्, परमनिरुद्धे हि तस्मिन् भाषाद्रव्याणां ग्रहणनिसर्गयोः करणप्रयोगासम्भव इति। અર્થ- એમાં અત્યન્ત સૂક્ષ્મ ક્રિયાવાળા અને અત્યન્ત મંદગતિમાં પરિણત થયેલાં પરમાણુનો સ્વભાવ સ્વઆકાશ ક્ષેત્રને ઓળંગવામાં અર્થાત જે આકાશપ્રદેશ ઉપર રહેલ છે ત્યાંથી બીજા અનન્તર આકાશ પ્રદેશે પહોંચતા જેટલો કાળ થાય તેને (તેટલા કાળને) સમય કહેવાય છે. તેનું વર્ણન અત્યન્ત દુર્ગમ છે અને અકથનીય છે. તેને ખરેખર પરમર્ષિ કેવલિભગવંતો જ જાણે છે છતાં પણ વર્ણન કરતા નથી. (કારણકે) અત્યન્ત અલ્પ (કાળ) હોવાથી અલ્પ સમયરૂપ તેમાં (તેટલા કાળમાં) ભાષાવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ કરવું અને છોડવું એવા કરણ પ્રયોગ અસમ્ભવ (અશકય) છે. भाष्यम्- ते त्वसङ्ख्येया आवलिका, ताः सङ्ख्येया उछ्वासस्तथा निःश्वासः, तौ बलवत: पट्विन्द्रियस्य कल्पस्य मध्यमवयसः स्वस्थमनसः पुंसः प्राणः, ते सप्त स्तोकः, ते सप्त लवः, ते अष्टात्रिंशदर्धं च नालिका, ते द्वे मुहूर्तः, ते त्रिंशदहोरात्रम्, तानि पञ्चदश पक्षः, तौ द्वौ शुक्लकृष्णौ मासः, तौ द्वौ मासावृतुः, ते त्रयोऽयनम्, ते द्वे संवत्सरः, ते पञ्च चन्द्रचन्द्राभिवर्धितचन्द्राभिवर्धिताख्या युगम्, तन्मध्येऽन्ते चाधिकमासकौ, सूर्यसावनचद्रनक्षत्राभिवर्धितानि युगनामानि, वर्षशतसहस्रं चतुरशीतिगुणितं पूर्वाङ्गम्, पूर्वाङ्गशतसहस्रं चतुरशीतिगुणितं पूर्वम्, एवं तान्ययुतकमलनलिनकुमुदतुट्यडडाववाहाहाहूहूचतुरशीतिशतसहस्रगुणाः सङ्ख्येयः कालः।। અર્થ- તેવા અસંખ્ય સમયોની એક આવલિકા થાય છે. તે સંખ્યાની આવલિકાનો (એટલે ૪૪૬૬ x ૨૪૫૮/૩૦૭૩ આવલિકાનો) એક ઉચ્છવાસ અને નિ:શ્વાસ થાય છે. તે (ઉચ્છવાસ-નિ:શ્વાસ) એ બળવાન સતેજ ઈન્દ્રિયોવાળો-નિરોગી-મધ્યવયવાળા-સ્વસ્થચિત્તવાળા પુરુષનો પ્રાણ કહેવાય છે. તે સાતપ્રાણનો એક સ્તોક, સાત સ્તોક = એક લવ, સાડા આડત્રીસ લવ = એક ઘડી, બે ઘડી = એક મુહૂર્ત, ત્રીસ મુહૂર્ત = એક અહોરાત્ર, પંદર અહોરાત્ર = એક પખવાડીયું, બે ફુફલ અને કૃષ્ણ (પખવાડીયા) = એક માસ, બે માસ = એક ઋતુ, ત્રણ ઋતુ = એક અયન, બે અયન = એક વર્ષ. ચન્દ્ર, ચા, અભિવર્ધિત, ચન્ટ (અને) અભિવર્ધિત આ પાંચ વર્ષના નામ છે.) પાંચ વર્ષ = એક યુગ અને તે (યુગ)ની મધ્યમાં (એટલે ત્રીજા અભિવર્ધિત વર્ષમાં) અને અંતે (એટલે પાંચમા અભિવર્ધિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy