________________
સૂત્ર-૧૫
સભાષ્ય-ભાષાંતર
भाष्यम् - अष्टचत्वारिंशद्योजनैकषष्टिभागाः सूर्यमण्डल विष्कम्भः चन्द्रमसः षट्पञ्चाशद् ग्रहाणामर्धयोजनं गव्यूतं नक्षत्राणां सर्वोत्कृष्टायास्ताराया अर्धक्रोशो जघन्यायाः पञ्च धनुःशतानि, विष्कम्भार्धबाहल्या भवन्ति सर्वे सूर्यादयो नृलोक इति वर्तते, बहिस्तु विष्कम्भार्धबाहल्याभ्यामतोऽर्थं મવન્તિ
અર્થ- એક યોજનના (૪૮/૬૧ યોજન) પ્રમાણ સૂર્યમણ્ડલનો વિષ્યમ્ભ છે, ચન્દ્ર મણ્ડલનો ૫૬ ભાગ (૫૬/૬૧ યોજન વિષ્ણુમ્ભ છે.) ગ્રહોનો અડધો યોજન (એટલે બે ગાઉ), નક્ષત્રોનો પા (ગ) યોજન (એટલે ૧ ગાઉ), મોટામાં મોટા તારાઓનો વિમ્ભ અડધો ગાઉ (એટલે-એક હજાર ધનુષ્ય), નાનામાં નાના તારાઓનો વિષ્યમ્ભ પાંચસો ધનુષ્ય. વિષ્ફભ કરતા ઉચાઈ સર્વસૂર્યાદિની અડધી સમજવી. (જેમકે સૂર્ય મંડલની ઉચાઈ ૨૪/૬૧ યોજન ઈત્યાદિ સમજવું.) આ માપ મનુષ્યલોકમાં સર્વસૂર્યાદિનું જાણવું. મનુષ્યલોકની બહાર તો આનાથી (મનુષ્યલોકના સૂર્યાદિથી).વિષ્કમ્ભ અને ઉંચાઈ અડધી હોય છે.
भाष्यम् - एतानि च ज्योतिष्कविमानानि लोकस्थित्या प्रसक्तावस्थितगतीन्यपि ऋद्धिविशेषार्थमाभियोग्यनामकर्मोदयाच्च नित्यगतिरतयो देवा वहन्ति, तद्यथा- पुरस्तात्केशरिणो दक्षिणतः कुञ्जरा अपरतो वृषभा उत्तरतो जविनोऽश्वा इति ॥१४॥
અર્થ- આ (મનુષ્યલોકનાં) જ્યોતિષ્ક વિમાનો લોકસ્થિતિથી નિરંતરગતિવાળા હોવા છતાં પણ ઋદ્ધિવિશેષ માટે અને આભિયોગિક નામકર્મના ઉદયથી નિરન્તરગતિમાં રચ્યાપચ્યા દેવો (વિમાનોને) વહન કરે છે. તે આ રીતે, પૂર્વ બાજુ (આગળની બાજુ) થી સિંહના રૂપે, દક્ષિણબાજુ (જમણી બાજુ)થી હાથી (ના રૂપે), પશ્ચિમ બાજુ (પાછળની બાજુ) થી બળદ (ના રૂપે) અને ઉત્તર બાજુ (ડાબી બાજુ) થી વેગવાળા ઘોડા (ના રૂપે દેવો વિમાન વહન કરે છે.) II૧૪
સૂત્રમ્- તત: જાન વિમ: ।।૪-Ī]
અર્થ- તે (ચર જ્યોતિષ્મ) વડે કાળનો વિભાગ કરાયેલ છે.
૧૦૩
भाष्यम्- कालोऽनन्तसमयो वर्तनादिलक्षण इत्युक्तम्, तस्य विभागो ज्योतिष्काणां गतिविशेषकृतश्चारविशेषेण हेतुना, तैः कृतस्तत्कृतः ।
અર્થ- કાળ અનન્ત સમયવાળો છે. અને તે વર્તના આદિ લક્ષણો વાળો (અ. ૫ - સૂ. ૩૯, ૨૨ માં) છે. કાળનો વિભાગ જ્યોતિષ્કની ગતિવિશેષ કરીને તેના ફરવાવિશેષ કારણે થયેલ છે. જ્યોતિષ્મ વડે કરાયેલો કાળ વિભાગ છે.
Jain Education International
भाष्याम्- तद्यथा-अणुभागाश्चारा अंशाः कला लवा नालिका मूहूर्ता दिवसरात्रयः पक्षा मांसा ऋतवोऽयनानि संवत्सरा युगमिति लौकिकसमो विभागः, पुनरन्यो विकल्पः प्रत्युत्पन्तोऽतीतोऽनागत
For Personal & Private Use Only
www.jainelibrary.org