________________
૧૦૨
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૪
પણ ફરતાં હોય છે. અને સૂર્યથી દશયોજન નીચે ઉતરનાર હોય છે. -સમતલભૂમિભાગથી ૮00 યોજન (ઉ) સૂર્યો આવેલા છે.) ત્યાંથી (સૂર્યથી) યોજન (ઉ) ચન્દ્રો આવેલા છે), ત્યાંથી ચન્દ્રથી) ઉચે ૨૦ યોજનમાં તારાઓ છે. -પ્રકાશ ફેલાવનારા (વિમાનો) તે જ્યોતિષ્ક વિમાનો, અને જ્યોતિ વિમાનમાં અવતરનારા તે જ્યોતિષ્કો. અથવા જ્યોતિષો. અથવા જ્યોતિ પ્રકાશવાળા જે દેવો તે જ્યોતિષ્કો. -મુકુટોમાં મસ્તક અને મુકુટને ઢાંકી દે તેવી પ્રભામંડળ વડે ઉજજવળ એવા સૂર્ય, ચન્દ્ર અને તારાઓ પોતપોતાની આભામંડળ ચિહનોથી યુક્ત પ્રકાશમાન જ્યોતિષ્કો હોય છે. નવા
सूत्रम्- मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥४-१४॥ અર્થ- મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા નિરંતર ગતિ કરનારા જ્યોતિષ્ઠો મનુષ્યલોકમાં હોય છે.
भाष्यम्- मानुषोत्तरपर्यन्तो मनुष्यलोक इत्युक्तम्, तस्मिन् ज्योतिष्का मेरुप्रदक्षिणानित्यगतयो भ्रमन्ति, मेरोः प्रदक्षिणा नित्या गतिरेषामिति मेरुप्रदक्षिणानित्यगतयः, एकादशस्वेकविंशेषु योजनशतेषु मेरोश्चतुर्दिशं प्रदक्षिणं चरन्ति । અર્થ- માનુષોત્તર પર્વત સુધી (માનુષોત્તર પર્વત છે પર્યતે જેને તેવો) મનુષ્યલોક છે. તેમ કહ્યું છે (અ. ૩ - સૂ. ૧૪ માં). તેમાં તેમનુષ્યલોકમાં) જ્યોતિષ્ઠો મેરુપર્વતને પ્રદક્ષિણા દેતાં (અર્થાત મેરુ પર્વતની આજુ-બાજુ ગોળ ફરતાં) નિત્ય ગતિ કરનારા છે. મેરુની આસપાસ ફરવારૂપ નિત્યગતિ (ચાલ, ચરવાપણું) જેમની છે તે મેરુપ્રદક્ષિણા નિત્યગતિવાળા. (મેરુથી) અગ્યારસો એકવીસ યોજના (દૂર) મેરુની ચારેબાજુ પ્રદક્ષિણા કરતા ફરે છે.
भाष्यम्- तत्र द्वौ सूर्यो जम्बूद्वीपे लवणजले चत्वारो धातकीखण्डे द्वादश कालोदे द्वाचत्वारिंशत् पुष्करार्धे द्विसप्तितिरित्येवं मनुष्यलोके द्वात्रिंशत्सूर्यशतं भवति, चन्द्रमसामप्येष एव विधिः,
अष्टाविंशतिनक्षत्राणि अष्टाशीतिहाः षट्षष्टिः सहस्राणि नव शतानि पञ्चसप्ततीनि ताराकोटाकोटीनामेकैकस्य चन्द्रमसः परिग्रहः । सूर्याश्चन्द्रमसो ग्रहा नक्षत्राणि च तिर्यग्लोके, शेषास्तूर्ध्वलोके ज्योतिष्काः भवन्ति । અર્થ- તેમાં તેમનુષ્યોલોકમાં)- બે સૂર્ય જંબુદ્વીપમાં, ચાર સૂર્ય લવણ સમુદ્રમાં, બાર સૂર્ય ઘાતકી ખંડમાં, બેતાલીસ સૂર્ય કાલોદધિમાં (અને) બહોતેર સૂર્ય પુષ્કરાર્ધમાં છે. એ પ્રમાણે મનુષ્યલોકમાં એકસો બત્રીસ સૂર્ય છે. ચન્દ્રોની પણ તે પ્રમાણે સંખ્યા જાણવી. અઠ્યાવીસ નક્ષત્રો, એક્યાસી ગ્રહો અને છાસઠહજાર નવસો પંચોતેર (૬૬, ૯૭૫) કોડા કોડી તારા. એ એક-એક ચન્દ્રનો પરિવાર છે. સૂર્યો, ચન્દ્રો, ગ્રહો અને નક્ષત્રો તિસ્કૃલોકમાં હોય છે. બાકીના જ્યોતિષ્કો (અનિયતચારી તારા) તો ઊર્ધ્વલોકમાં હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org