________________
સૂત્ર-૧૩
સભાષ્ય-ભાષાંતર
જેના હાથ-પગના તળીયા (તેમજ) નખ, તાળવું, જીભ અને હોઠ લાલ છે એવા, કાન્તિમાન મુકુટવાળા, જુદા જુદા રત્નોજડિત અલંકારવાળા અને ધ્વજમાં વડ વૃક્ષના ચિહ્નવાળા યક્ષો હોય છે. -સ્વચ્છ (સફેદ), ભયંકર, ભયંકર દેખાવવાળા, વિકરાળ માથાવાળા, લાલ અને લાંબા હોઠવાળા, અનેક પ્રકારની રચના છે જેમાં એવા વિલેપનવાળા અને ધ્વજમાં ખટ્યાંગના ચિહ્નવાળા રાક્ષસો હોય છે.
૧૦૧
-શ્યામ, સુંદર રૂપવાળા, સૌમ્ય, પુષ્ટ, ચટપટાથી વિલેપન કરેલા, અને ધ્વજામાં સુલસવૃક્ષના ચિહ્નવાળા-કાળા ભૂતો હોય છે.
-રૂપાળા, સૌમ્યદર્શની, હાથે અને ડોકે મણીરત્નોના અલંકારવાળા ધ્વજામાં કદમ્બવૃક્ષવાળા પિશાચો હોય છે.
આ પ્રમાણે સ્વભાવવાળા વૈક્રિયરૂપ અને ચિહ્નો વ્યન્તરોને હોય છે. II૧૨
હવે ત્રીજી દેવનિકાય:
सूत्रम्- ज्योतिष्का:- सूर्याश्चन्द्रमसोग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च ।।४-१३।। અર્થ- જ્યોતિષ્ક દેવો-સૂર્યો, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને છૂટક તારા રૂપે છે.
भाष्यम्- ज्योतिष्काः पञ्चविधा भवन्ति, तद्यथा - सूर्याश्चन्द्रमसो ग्रहा नक्षत्राणि प्रकीर्णता पञ्चविधा ज्योतिष्का इति, असमासकरणमार्षाच्च सूर्यः चन्द्रमसोः क्रमभेदः कृतः, यथा गम् एतदेवैषामूर्ध्वनिवे आनुपूर्व्यमिति, तद्यथा - सर्वाधस्तात्सूर्याः, ततश्चन्द्रमसः ततो ग्रहाः ततो नक्षत्राणि ततोऽपि प्रकीर्णताराः, ताराग्रहास्त्वनियतचारित्वात्सूर्यचन्द्रमसामूर्ध्वमधश्च चरन्ति, सूर्येभ्यो दशयोजनावलम्बिनो भवन्तीति, समाद्भूमिभागादष्टासु योजनशतेषु सूर्याः ततो योजनानामशीत्यां चन्द्रमसः ततो विंशत्यां तारा इति, द्योतयन्त इति ज्योतींषि - विमानानि तेषु भवा ज्योतिष्का ज्योतिष वा देवा ज्योतिरेव वा ज्योतिष्काः, मुकुटेषु शिरोमुकुटोपगूहिभिः प्रभामण्डलकल्पैरुज्ज्वलैः सूर्यचन्द्रतारामण्डलैर्यथास्वं चिद्वैर्विराजमाना द्युतिमन्तो ज्योतिष्का भवन्तीति ॥१३॥
અર્થ- જ્યોતિષ્ક દેવો પાંચ પ્રકારે છે તે આ રીતે, (૧) સૂર્ય, (૨) ચન્દ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) છૂટક તારાઓ. આ પ્રમાણે પાંચભેદવાળા જ્યોતિષ્ક છે.
-સૂત્રમાં સમાસ ન કરવાથી તેમજ (ચન્દ્ર-સૂર્યને બદલે) સૂર્ય-ચન્દ્ર એવા આર્ષપ્રયોગદ્વારા જે ક્રમનો ભેદ કર્યો છે તે એટલા માટે કે આ (જ્યોતિષ્ઠો) નો ઊર્ધ્વ ઊર્ધ્વ સ્થાનમાં આ (સૂત્રમાં જણાવેલ) ક્રમ છે. (પરંતુ મંડલાકારે જ્યોતિષીઓ રહેલ નથી. તેમ ઉપર-ઉપર પણ આડા અવળા નથી) -તે (સ્થાન) આ રીતે, સૌથી નીચે સૂર્યો, તેના પછી (તેની ઉપર) ચન્દ્રો, તેની ઉપર ગ્રહો, તેની ઉપર નક્ષત્રો અને ત્યાર પછી તેની ઉપર પ્રકીર્ણક તારાઓ.
-ગ્રહ અને તારાઓ તો અનિયતગતિ (ચોક્કસ માર્ગનો અભાવ) હોવાથી સૂર્ય અને ચન્દ્રની ઉપરનીચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org