________________
૧૦૦
તત્ત્વાથધિગમ સૂત્ર
અધ્યાય - ૪
देवनिकाय:અર્થ- તેમાં કિન્નરો દશપ્રકારે- તે આ રીતે- (1) ડિંપુરૂષ, (૨) પુિરુષોત્તમ, (૩) કિન્નર, (૪) કિન્નરોત્તમ, (૫)હૃદયંગમ, (૬) રૂપશાલી, (૭) અનિન્દિત, (૮) મનોરમ, (૯) રતિપ્રિય અને (૧૦) રતિશ્રેષ્ઠ. -કિંગુરુષો દશપ્રકારે- તે આ રીતે, (૧) પુરુષ, (૨) સન્દુરુષ, (૩) મહાપુરુષ, (૪) પુરુષવૃષભ, (૫) પુરુષોત્તમ, (૬) અતિપુરુષોત્તમ, (૭) મરુદેવ, (૮) મરૂન, (૯) મરુત્વભા અને (૧૦) યશવંત. -મહોરગો દશ પ્રકારે- તે આ રીતે (૧) ભુજંગ, (૨) ભોગશાલી, (૩) મહાકાય, (૪) અતિકાય, (૫) સ્કન્ધશાલી, (૬) મનોરમ, (૭) મહાવેગ, (૮) મહેષ્વક્ષ, (૯) મેરુકાન્ત અને (૧૦) ભાસ્વન્ત. -ગાન્ધવ બાર પ્રકારે- તે આ રીતે, (૧) હાહા, (૨) હૂહુ, (૩) તંબુર, (૪) નારદ, (૫) ઋષિવાદક, (૬) ભૂતવાદિક, (૭) કાદમ્બ, (૮) મહાકાદમ્બ, (૯) રવત, (૧૦) વિસ્વાવસું, (૧૧) ગીતરતિ અને (૧૨) ગીતયશ
યક્ષો તેર પ્રકારે- તે આ રીતે, (૧) પૂર્ણભદ્ર, (૨) માણિભદ્ર, (૩) શ્વેતભદ્ર, (૪) હરિભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) વ્યતિપાતતિકભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતોભદ્ર, (૯) મનુષ્યયક્ષ, (૧૦) વનાધિપતિ, (૧૧) વનાહાર (૧૨) રૂપયક્ષ અને (૧૩) યક્ષોત્તમ. -રાક્ષસો સાત પ્રકારે- તે આ રીતે (૧) ભીમ, (૨) મહાભીમ, (૩) વિઘ્ન, (૪) વિનાયક, (૫) જલરાક્ષસ, (૬) રાક્ષસરાક્ષસ અને (૭) બ્રહ્મરાક્ષસ. -ભૂતો નવ પ્રકારે- તે આ રીતે (૧) સુરૂપ, (૨) પ્રતિરૂપ, (૩) અતિરૂપ, (૪) ભૂતોત્તમ, (૫) ઋન્દિક, (૬) મહાઔન્ટિક, (૭) મહાવેગ, (૮) પ્રતિચ્છન્ન અને (૯) આકાશગામી. પિશાચો પંદર પ્રકારે- તે આ રીતે (૧) કુષ્માણ્ડ, (૨) પટક, (૩) જોષ, (૪) આહનક, (૫) કાલ, (૬) મહાકાલ, (૭) ચક્ષ, () અચોક્ષ, (૯) તાલપિશાચ, (૧૦) મુખરપિશાચ, (૧૧) અધિસ્તારક, (૧૨) દેહ, (૧૩) મહાવિદેહ, (૧૪) તૂષ્ણીક અને (૧૫) વનપિશાચ. -તેમાં પ્રિયંગુ જેવા શામળા, સૌમ્ય (શાંત), સૌમ્યદર્શનવાળા, મુખાકૃતિમાં અધિક રૂપની શોભાવાળા, મુકુટવડે મસ્તકને શોભાવનાર, ધ્વજામાં અશોક વૃક્ષના ચિહનવાળા, મનોજ્ઞ કિન્નરો હોય છે. -સાથળ અને બાહુમાં અધિક રૂપાળા, મુખ ઉપર અધિક તેજવાળા, જૂદા જૂદા આભૂષણોથી શોભિત, વિચિત્ર (કુલની) માળાઓ અને વિલેપનવાળા અને ધ્વજામાં ચંપકવૃક્ષના ચિહ્નવાળા ક્રિપુરુષો હોય
-શ્યામ, ખૂબસુરત, ઉગ્ર વેગવાળા, સૌમ્ય, સૌમ્યદેખાવવાળા, મોટાશરીરવાળા, વિશાળ અને પુષ્ટ સ્કંધ અને ડોકવાળા જુદા જુદા પ્રકારના વિલેપનવાળા, વિવિધ આભરણોથી ભૂષિત, ધ્વજામાંનાગવૃક્ષના ચિહનવાળા મહોરગો હોય છે. -રફતવર્ણ, સ્વચ્છ, ગમ્ભીર, પ્રિયદર્શની, સુંદર રૂપવાળા, સુંદર મુખાકૃતિવાળા, મીઠા સ્વરવાળા, મુકુટને ધારણ કરનારા, હારથી વિભૂષિત અને ધ્વજામાં તુમ્બરૂક્ષના ચિહનવાળા ગાન્ધર્વો હોય છે. -શ્યામ, સુંદર, ગબ્બીર, મોટા પેટવાળા, શ્રેષ્ઠ, પ્રિયદર્શનવાળા, માન-ઉન્માન અને પ્રમાણથી યુક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org