________________
પણ આ સમયને સ્વીકારે છે. પ્રો. નગીનભાઈ શાહ ઈસની પ્રથમથી ત્રીજી શતાબ્દીના ગાળામાં તે થયા હોવાનું જણાવે છે. ઈતિહાસવિદ્દ પ્રો. મધુસૂદન ઢાંકીને મતે સિદ્ધસેન દિવાકરસૂરિની દ્રાવિંશિકામાં તત્ત્વાર્થાધિગમસૂત્રનો ઉપયોગ જણાતો હોવાને કારણે શ્રી ઉમાસ્વાતિનો સમય વિક્રમની ત્રીજી થી ચોથી શતાબ્દી વચ્ચેનો નિર્ધારિત કરી શકાય. આમ એટલું તો નિશ્ચિતપણે કહી શકાય કે વાચક ઉમાસ્વાતિ વિક્રમની ચતુર્થ શતાબ્દી પૂર્વે થઈ ગયા છે.
ભાષ્યની સ્વોપજ્ઞતા :
તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર સંસ્કૃત ભાષામાં ભાષ્ય રચાયેલું છે. દિગમ્બર વિદ્વાનો ભાષ્યને સ્વોપજ્ઞ હોવાનું સ્વીકારતા નથી. તેમના મતે સૂત્રકાર અને ભાષ્યકાર ભિન્ન ભિન્ન છે. શ્વેતામ્બર વિદ્વાનો ભાષ્યને સ્વોપજ્ઞ હોવાનું સ્વીકારે છે. દિગમ્બર પરંપરામાં સહુથી પ્રાચીન ટીકા સર્વાર્થસિદ્ધિમાં અનેક સ્થળે ભાષ્યનું પ્રતિબિંબ જોવા મળે છે અને ઘણી જગ્યાએ ભાષ્યમાં કરાયેલા સંક્ષિપ્ત નિરૂપણને વિસ્તારવાનું કાર્ય સર્વાર્થસિદ્ધિ નામક ટીકામાં થયેલું જોવા મળે છે. આથી એમ નિશ્ચિતપણે કહી શકાય કે ભાષ્ય એ સર્વાર્થસિદ્ધિ પૂર્વેની રચના છે. તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યમાં પર્યાય આપવાની શૈલીમાં સામ્યતા જોવા મળે છે. વળી સૂત્ર ઉપરનું ભાષ્ય સીધુ સરળ છે. કયાંય વિવાદસ્પદ વર્ણન કે મતભેદનું વર્ણન જોવા મળતું નથી. સૂત્રના પાઠભેદની ચર્ચા પણ કયાંય કરવામાં આવી નથી કે જેને આધારે આપણે ભિન્ન કરૂંક સાબીત કરી શકીએ. ભાષ્યની કારિકામાં આવતા વક્ષ્યાજિ, વશ્યામ: આદિ શબ્દો તથા તદનુસાર વર્ણન કરવાનો ઉપક્રમ પણ ભાષ્યની સ્વોપજ્ઞતા સિદ્ધ કરે છે. ભાષ્ય ભિન્નકર્ત્તક હોત તો ભાષ્યકાર ભાષ્યની આદિ કે અંતમાં સૂત્રકારની સ્તુતિ અવશ્ય કરે પરંતુ કારિકાઓમાં કે પ્રશસ્તિમાં સૂત્રકારની સ્તુતિ કે પ્રશંસા ઉપલબ્ધ થતી નથી. આ બધા પ્રમાણોને આધારે કહી શકાય કે સૂત્રકાર અને ભાષ્યકાર એક જ છે. ભાષ્યના વિસ્તૃત ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ તથા આચાર્ય હરિભદ્રસૂરિના ટીકાગ્રંથના અવલોકનને આધારે સ્પષ્ટપણે કહી શકાય કે તેઓ પણ ભાષ્યકાર અને સૂત્રકાર ને એક જ માને છે. આથી સિદ્ધ થાય છે કે ભાષ્યકાર અને સૂત્રકારને ભિન્ન માનવા તે ભ્રાત ધારણા
વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિની કૃતિઓ :
આચાર્યશ્રી જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પમાં તથા આચાર્ય હરિભદ્રસૂરિ (ઈસ. બારમી શતાબ્દી) કૃત પ્રશમરતિ ટીકામાં શ્રી ઉમાસ્વાતિએ પાંચસો પ્રકરણ ગ્રન્થોની રચના કર્યોના ઉલ્લેખ છે. આથી પરંપરા અનુસાર તેઓશ્રી પાંચસો ગ્રંથના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ હાલ ઉપલબ્ધ થતાં ગ્રંથોની સંખ્યા તો માત્ર પાંચ જ છે. સ્થાનાંગવૃત્તિ, પંચાશકવૃત્તિ, ઉત્તરાધ્યયનવૃત્તિ આદિ ગ્રંથોમાં ઉમાસ્વાતિના નામે કેટલાંક ઉદ્ધરણો પ્રાપ્ત થાય છે. જે તેમની ઉપલબ્ધ કૃતિઓમાં મળતા નથી અને સિદ્ધસેન ગણિ પોતાની તસ્વાર્થભાષ્ય ઉપરની વૃત્તિમાં ઉમાસ્વાતિના શૌચ
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org