________________
પ્રકરણ નામના ગ્રંથનો ઉલ્લેખ કરે છે જે અત્યારે ઉપલબ્ધ નથી. આમ આ બધાને આધારે કહી શકાય કે તેમણે હાલ ઉપલબ્ધ કૃતિઓથી વધારે કૃતિઓ રચી છે. તત્વાર્થાધિગમસૂત્ર, તત્વાર્થાધિગસૂત્ર ભાષ્ય, પ્રશમરતિ પ્રકરણ, જંબૂદ્વીપસમાપ્રકરણ, પૂજાપ્રકરણ અને સાવયપણત્તિ. છેલ્લા બે ગ્રંથ તેના હોવા વિશે વિવાદ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર અને સ્વપજ્ઞભાષ્યનો પરિચય આગળ આપવામાં આવ્યો છે. શેષ કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે.
પ્રશમરતિ :
સંસ્કૃત ભાષા નિબદ્ધ પદ્ય કૃતિમાં રાગદ્વેષના સ્વરૂપનું વર્ણન અને તેને દૂર કરવાના ઉપાયો વર્ણવ્યા છે. સાથે સાથે કષાયોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. પાંચ વ્રતો, બાર ભાવના, દશ યતિ ધર્મો, ત્રિવિધ મોક્ષમાર્ગ, ધ્યાન, નવતત્ત્વો, કેવલિ સમુદ્રઘાત વગેરેનું વર્ણન કરેલ છે. તત્ત્વાર્થસૂત્રમાં વર્ણવેલ વિષયને જ સરળભાષામાં વર્ણવવામાં આવ્યો છે. વિદ્ધવર્ય શ્રી નગીનભાઈએ પ્રશમરતિપ્રકરણ ગ્રંથની પ્રસ્તાવનામાં તત્વાર્થસૂત્ર અને પ્રશમરતિપ્રકરણની સમાન્તર વિચારણા અંગે ચર્ચા કરી છે અને બન્નેનું એક કર્તુત્વ સિદ્ધ કરેલ છે. આમ આ કૃતિ વાચકવર્યની હોવા વિશે સંદેહ રહેતો નથી.
જંબુદ્વીપ સમાસ :
આ લઘુ કૃતિ ચાર આહનિકમાં વિભકત છે. તેમાં જંબુદ્વીપના ભૂગોળનું વર્ણન, દ્વીપો અને સમુદ્રનું વર્ણન અને જંબૂઢીપની લાક્ષણિકતાનું વર્ણન કરવામાં આવ્યું છે. તત્ત્વાર્થાધિગમસૂત્રના ૩જા અધ્યાયના ૧૫મા સૂત્રના ભાગમાં અન્તદ્વીપોનાં જે નામો આપ્યાં છે તે નામો જંબુદ્વીપસમાસના ત્રીજા આહનિકમાં આપેલા નામો સાથે બરાબર મળતાં છે. વળી ચોથા આહનિકમાં મળતા સૂત્રો અને ૩.૧૧ના ભાષ્યમાં આપેલ માપના સૂત્રો એક સરખા હોવાને કારણે જંબૂદ્વીપ સમાસના કર્તા પણ ઉમાસ્વાતિ છે એમ કહી શકવા માટે સમર્થન પૂરું પાડે
પૂજા પ્રકરણ :
સંસ્કૃત ભાષા નિબદ્ધ ૧૯ શ્લોકાત્મક પ્રસ્તુત કૃતિમાં શ્રાવક માટે એકવીસ પ્રકારની પૂજાનું વર્ણન કરે છે. આ પ્રકરણમાં પૂજા માટેની વિધિ દર્શાવવામાં આવી છે. આ કૃતિના કર્તૃત્વ અંગે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે.
સાવય પણત્તિ :
પ્રાકૃત ભાષામાં રચાયેલ આ ગ્રંથમાં ૫૦૦ ગાથા છે. તેમાં શ્રાવકનાં વ્રતો અને અતિચારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org