________________
ઉમાસ્વાતિનો પરિચય :
તત્ત્વાર્થાધિગમસૂત્રના સ્વોપલ્લભાષ્યને અંતે પ્રાપ્ત થતી પ્રશસ્તિના આધારે વાચકશ્રેષ્ઠના જીવન સંબંધી કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે છે. તેમના ગુરૂના ગુરૂ વાચકમુખ્ય શિવશ્રી હતા. તેમના દીક્ષાગુરૂ અગિયાર અંગના જાણકાર ઘોષનન્દી શ્રમણ હતા, તેમના વિદ્યાગુરૂ મૂલ નામના વાચકાચાર્ય હતા. તેમના વિદ્યાગુરૂના ગુરૂ મહાવાચક મુંડપાદ ક્ષમણ હતા. તેમનું ગોત્ર કૌભીષણિ હતું. તેમના પિતાનું નામ સ્વાતિ હતું. તેમની માતાનું નામ વાત્સી હતું. તેમનો જન્મ ન્યગ્રોલિકામાં થયો હતો. તેઓ ઉચ્ચનાગર શાખાના હતા. તેમણે તત્વાર્થાધિગમસૂત્રની રચના કુસુમપુર (પાટલિપુત્ર, હાલનું પટણા-બિહાર)માં કરી હતી.
પરંપરા :
વાચક ઉમાસ્વાતિ શ્વેતામ્બર પરંપરામાં થઈ ગયેલા કે દિગમ્બર આમ્નાયમાંકે પછી યાપનીય સંઘમાં થઈ ગયા તે વિશે વિદ્વાનોમાં તીવ્ર મતભેદ પ્રર્વતે છે. તેઓ શ્વેતામ્બર છે તેવા મતના પુરસ્કર્તા આચાર્ય આત્મારામજી, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિ, પં. શ્રી સુખલાલ સંઘવી અને પં. દલસુખ માલવણીયા વગેરે છે. જ્યારે દિગમ્બર દાવાના પક્ષકાર પં. ફલચંદ શાસ્ત્રી, કૈલાશચંદ્ર શાસ્ત્રી, દરબારીલાલ કોઠિયા અને પં શ્રી જુગલકિશોર મુખ્તાર છે. નાથુરામ પ્રેમી અને પ્રો. એ. એન. ઉપાધ્ધ જેવા વિદ્વાનો તેઓને યાપનીય હોવાનું માને છે. આ સર્વે એ પોતપોતાના મતને પ્રસ્થાપિત કરવા યુકિત-પ્રયુકિતઓ પ્રયોજી છે. અદ્યાવધિ આ અંગે ચર્ચા ચાલુ છે. ટાઈપ વિવે: ત્વોપપન્ન પર્યન્ત: (૪-૩) તથા દ્વિ નિને (૧-) સૂત્ર અને તેનું ભાષ્ય સ્પષ્ટતાઃ શ્વેતામ્બરીય પરંપરા અનુસાર હોવાથી ગ્રંથ-ગ્રંથકાર શ્વેતામ્બર હોવાનું સિદ્ધ કરે છે. વળી પરિષહ (૯-૯)ના વિવરણમાં નગ્નતાને પરિષહ તરીકે ગણાવે છે. જે નગ્નતા આચાર હોય તો પછી પરિષદમાં નગ્નતાનો સમાવેશ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વસ્ત્ર ધારણ કરનાર માટે જ નગ્નતા પરિષહ હોઈ શકે. અહીં નગ્નતાને પરિષહ તરીકે ગણાવ્યો છે. આ તર્કના આધાર પણ પ્રસ્તુત ગ્રંથકર્તા શ્વેતામ્બર પરંપરાના હોવાનું ઠરે છે.
સમય :
પ્રસ્તુત ગ્રંથના કર્તાનો સમય નિર્ધારણ કરી શકાય તેવા કોઈપણ ચોક્કસ પ્રમાણો ઉપલબ્ધ ન થતા હોવાને કારણે તેમના સમય વિશે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. વાચકવર્યનો સમય નિર્ધારિત કરવા માટે જૈનધર્મની બન્ને પરંપરામાં પ્રયાસો થયાં છે. પં. સુખલાલ સંઘવીએ તત્વાર્થસૂત્રની પ્રસ્તાવનામાં શ્રી ઉમાસ્વાતિની ઉચ્ચનગર શાખા, તત્વાર્થસૂત્ર ઉપર રચાયેલી ટીકાઓ અને અન્ય દાર્શનિક ગ્રંથો સાથેની તુલનાને આધારે તેમનો સમય વિક્રમની પ્રથમ શતાબ્દી પછી અને વિક્રમની ચોથી શતાબ્દી પૂર્વેનો સૂચવ્યો છે. પ્રો. હિરાલાલ કાપડિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org