________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૪
પ્રાપ્તિની ઈચ્છાવાળા અને પ્રગટ આદરવાળા જાણીને દેવીઓ (સૌધર્મ-ઈશાનની) હાજર થાય છે. તે દિવી) ને સ્પર્શ કરીને જ તે દેવો આનન્દિત (પ્રીતિવાળા) થાય છે અને કામવાસના (મૈથુન) થી નિવૃત્ત થાય છે. તથા બ્રહ્મલોક (અને) લાન્તકના દેવોને એ પ્રમાણે પ્રગટ આદરવાળા જાણીને દિવ્ય, સ્વભાવથી જ દેદીપ્યમાન, સર્વથા મનોહર શૃંગાર વડે ઉદાર, શ્રેષ્ઠ અભિનયના વિલાસવાળી અને ઉજજવળ-સુંદર વેશ અને અલંકારો વાળી દેવીઓ પોતાનું રૂપ દેખાડે છે. તે (રૂપ) જોવા માત્રથી જ દેવો પ્રીતિવાળા બને છે અને કામવિકારથી નિવૃત્ત થાય છે. તેમજ મહાશુક્ર અને સહસ્ત્રારના દેવોને મૈથુન સેવનની ઈચ્છામાં આદરવાળા પાણીને કાનના વિષયને સુખકારી, અત્યંત મનોહર શૃંગાર, ઉદાર, શ્રેષ્ઠ વિલાસના શબ્દોવાળા, પગનો ઠેકો, તાલ અને આભરણના અવાજથી મિશ્ર, હાસ્ય, કથિત અને ગીતના શબ્દો દેવીઓ બોલે છે. તે સાંભળીને (તે દેવો) પ્રીતિવાળા બને છે અને કામવિકારથી શાંત થાય છે. મૈથુન સેવનમાં પ્રગટ આદરવાળા આનત, પ્રાણત, આરણ અને અય્યત વિમાનવાસી દેવો દેવી સંબન્ધી વિચાર કરે છે અને વિચારમાત્રથી જ પ્રીતિવાળા થાય છે અને તેનાથી (મૈથુન ઈચ્છાથી) નિવૃત્ત થાય છે. આ પ્રવિચારોથી આગળ ઉપર-ઉપરના દેવોમાં) પ્રીતિની વિશિષ્ટ વૃદ્ધિ અનુપમ ગુણવાળી હોય છે. કારણકે (આગળ-આગળના) પ્રવિચારી દેવોને અલ્પ સંલેશ હોય છે અને સ્થિતિ, પ્રભાવ વગેરેથી (આગળ-આગળના દેવો) અધિક-અધિક હોય છે. એમ કહેવાશે લા
सूत्रम्- परेऽप्रवीचाराः ॥४-१०॥ અર્થ- કલ્પપપત્નથી ઉપરના દેવો અપ્રવીચારી (મૈથુન સેવન રહિત) હોય છે.
भाष्यम्- कल्पोपपन्नेभ्य: परे देवा अप्रवीचारा भवन्ति, अल्पसंक्लेशत्वात् स्वस्था: शीतीभूताः, पञ्चविधप्रवीचारोद्भवादपि प्रीतिविशेषादपरिमितगुणप्रीतिप्रकर्षाः परमसुखतृप्ता एव भवन्ति, ॥१०॥ અર્થ- કલ્પો૫૫નથી ઉપરના દેવો (નવરૈવેયક-અનુત્તરના દેવો) પ્રવિચાર રહિત હોય છે. અલ્પ સંકુલેશ હોવાથી (મોહનીયમર્યાવરણ અત્યન્ત અલ્પ હોવાથી) સ્વસ્થ અને અત્યંત મંદ કામાગ્નિ (વેદોદય હોવાથી) શીત હોય છે. પાંચેય પ્રકારના પ્રવિચારથી ઉદ્ભવેલા આનન્દ (પ્રીતિ) કરતા ઘણાં જ ગુણવાળા, પ્રીતિના પ્રકર્ષવાળા અને પરમ સુખથી (તેઓ-કલ્પાતીત દેવો) તૃપ્ત હોય છે. I૧ના
भाष्यम्- अत्राह-उक्तं भवता 'देवाश्चतुर्निकाया' 'दशाष्टपञ्चद्वादशविकल्पा' इत्युक्ते निकायाः के? के चैषां विकल्पा इति ?, अत्रोच्यते, चत्वारो देवनिकायाः, तद्यथा-भवनवासिनो व्यन्तरा ज्योतिष्का વૈમાનિ તિા તત્રઅર્થ- અહીં (જિજ્ઞાસુ) પૂછે છે કે આપશ્રીએ કહ્યું કે દેવો ચારનિકાયવાળા છે (અ. ૪ - સૂ. ૧,) (અને) (તે) દશ-આઠ-પાંચ અને બાર ભેટવાળા (કલ્પોપપન્ન દેવો છે) (અ. ૪ - સૂ. ૩.) તો તે નિકાયો કઈ છે ? અને તેને ભેદ કયા છે ? (ઉત્તરકાર-) અહીં કહેવાય છે. ચાર દેવનિકાયો છે. તે આ પ્રમાણે – (૧) ભવનપતિ, (૨) વ્યન્તર, (૩)જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. તેમાં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org