________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૩
ઉપરોકત આ (શુદ્ધ પૃથિવી આદિ) ની કાયસ્થિતિ અસંખ્ય અવસર્વિણી ઉત્સર્પિણી અને વનસ્પતિકાયની અનંત (ઉત્સર્પિણી-અવસર્પિણી) છે. બેઈન્દ્રિયની (ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી) બાર વર્ષ. તેઈન્દ્રિયની (ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી) ઓગણપચાસ દિવસ. ચઉરિજિયની (ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી) છે મહિના. આ (બેઈન્ડિયાદિ) ની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષ છે. પંચેન્દ્રિયતિર્યંચો પાંચ પ્રકારે છે. તે આ રીતે, (૧) મત્સ્ય (જળચર), (૨) ઉરગ (ઉર પરિસર્પ), (૩) પરિસર્પ (ભુજપરિસર્પ), (૪) પક્ષીઓ (ખેચર) અને (૫) ચતુષ્પદ. તેમાં સભ્ય (જળચરો), ઉર પરિસપ અને ભૂજ પરિસર્પોની (ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ) પૂર્વક્રોડ વર્ષની છે. પક્ષીઓ (ખેચરો) ની (ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી) પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ગર્ભજ ચતુષ્પદોની (ઉત્કૃષ્ટથી ભવ)સ્થિતિ ત્રણ પલ્યોપમ. તેમાં (તિર્યંચોમાં) સંમૂર્છાિમ જળચરોની (ઉત્કૃષ્ટથી) ભવસ્થિતિ પૂર્વક્રોડ વર્ષ, સંમૂર્ણિમ ઉરપરિસર્પની (ઉત્કૃષ્ટ થી ભવસ્થિતિ) ત્રેપનહજારવર્ષ, (સંમૂર્ણિમ) ભુજપરિસર્પની (ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ) બેતાલીસ હજાર વર્ષ, (સંમૂર્ણિમ) પક્ષી (ખેચરો) ની (ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ) બહોંતેર હજાર વર્ષ, (સંમૂર્ણિમ) સ્થલચરોની (ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ) ચોર્યાસી હજાર વર્ષની છે. આ (પંચેન્દ્રિય તિયચો) ની કાયસ્થિતિ સાત-આઠ ભવો છે. સર્વે મનુષ્ય અને તિર્યંચોની કાયસ્થિતિ પણ જઘન્યથી અંતર્મુહૂર્તની છે ૧૮
૪ ઉપસંહાર *
-આ પ્રમાણે ત્રીજા અધ્યાયમાં અધોલોક તથા તિર્યશ્લોક (મધ્યલોક)નું વર્ણન કર્યું છે. જેમાં અધોલોકમાં નરકો તેમજ નારકોનું વર્ણન, નારકોના દુઃખોના પ્રકાર, નારકોનું આયુષ્ય વગેરેનું વર્ણન કર્યું. બાદ-તિર્યશ્લોકમાં જંબુદ્વીપ આદિ દ્વીપો, સમુદ્રો, તેના આકારો, અઢીદ્વિીપમાં રહેલા ક્ષેત્રો, પર્વતો, મેરુપર્વત, માપો, મનુષ્યોના જન્મક્ષેત્રો, મનુષ્યના આર્ય-અનાર્ય ક્ષેત્રો, મનુષ્યતિપંચની ઉત્કૃષ્ટ તથા જઘન્યથી આયુષ્યની સ્થિતિ વગેરેનું વર્ણન કર્યું.
કુલ ત્રણ અધ્યાય મળીને કુલ સૂત્ર ૧૦૫ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org