________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૩
सूत्रम्- भरतैरावतविदेहा: कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ॥३-१६॥ અર્થ- દેવકુર-ઉત્તરકુરુ સિવાય ભરત, ઐરાવત અને વિદેહ એ પંદર કર્મભૂમિ કહેવાય છે.
भाष्यम- मनुष्यक्षेत्रे भरतैरावतविदेहाः पञ्चदश कर्मभूमयो भवन्ति, अन्यत्र देवकुरूत्तरकुरुभ्यः। અર્થ- દેવકર અને ઉત્તરકુરને છોડીને ૫-ભરત, ૫-ઐરાવત અને ૫-વિદેહ એ પંદર કર્મભૂમિ છે.
भाष्यम्-संसारदुर्गान्तगमकस्य सम्यग्दर्शनज्ञानचारित्रात्मकस्य मोक्षामार्गस्य ज्ञातारः कर्तार उपदेष्टारश्च भगवन्तः परमर्षयस्तीर्थकरा अत्रोत्पद्यन्ते, अत्रैव जाताः सिद्ध्यन्ति, नान्यत्र, अतो निर्वाणाय कर्मणः सिद्धिभूमयः कर्मभूमय इति । शेषास्तु विंशतिर्वंशाः सान्तरद्वीपा अकर्मभूमयो भवन्ति । અર્થ- સંસારરૂપી કિલ્લાને પાર પામનાર, સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ મોક્ષમાર્ગના જાણનાર, આચરનાર અને ઉપદેશ દેનાર ભગવન્ત પરમર્ષિ શ્રી તીર્થંકર પરમાત્મા અહીં (કર્મભૂમિમાં) જન્મે છે. અહીં (કર્મભૂમિમાં) જ જન્મેલા સિદ્ધ થાય છે, બીજે જન્મેલા નહિ. એથી કર્મના નાશ માટે (અને) મોક્ષની પ્રાપ્તિ માટેની ભૂમિ તે કર્મભૂમિ. બાકીના અંતરદ્વીપો સહિત વીસ ક્ષેત્રો (૫-હૈમવત, પ-હરિવર્ષ, પ-રમ્યફ, પ-હૈરણ્યવત) અકર્મભૂમિ' છે.
भाष्यम्- देवकुरूत्तरकुरवस्तु कर्मभूम्यभ्यन्तरा अप्यकर्मभूमय इति ॥१६॥ અર્થ- દેવકુર અને ઉત્તરકુરુઓ તો કર્મભૂમિની અંદર (મહાવિદેહમાં) હોવા છતાં પણ અકર્મભૂમિ છે. ૧૬
सूत्रम्- नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते ॥३-१७॥ અર્થ- મનુષ્યની સ્થિતી (આયુષ્ય) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી (અનુક્રમે) ત્રણ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
भाष्यम्- नरो नरा मनुष्या मानुषा इत्यनान्तरम्, मनुष्याणां परा स्थितिस्त्रीणि पल्योपमानि अपरा अन्तर्मुहूर्तेति ॥१७॥ અર્થ- , નર, મનુષ્ય અને માનુષ એ એકાર્યવાચી છે. મનુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ (આયુષ્ય) ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. I/૧ણા
सूत्रम्-तिर्यग्योनीनां च ॥३-१८॥ અર્થ- તિર્યંચોની પણ (ઉત્કૃષ્ટ આયુ. સ્થિતિ-૩ પલ્યોપમ અને જઘન્ય અંતમુહૂર્તની છે.)
૧. અકર્મભૂમિ ગ્રીસ કહેવાય છે. હૈમવતાદિ - ર૦ + ૫ - દેવકુરુ + ૫- ઉત્તરકુર, = ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org