SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અર્થ- બે પ્રકારના મનુષ્યો છે. (૧) આર્યો અને (૨) મ્લેચ્છો. તેમાં આર્યોં છ પ્રકારે છે (૧) ક્ષેત્ર આર્યો, (૨) જાતિ આર્યો, (૩) કુલ આર્ય, (૪) કર્મ આર્ય, (૫) શિલ્પ આર્ય અને (૬) ભાષા આર્ય. * ક્ષેત્ર આર્યો- પંદર -કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા એટલે કે પાંચ ભરત (અને પાંચ ઐરાવત) ના સાડાપચ્ચીસ ક્ષેત્રમાં જન્મેલા અને શેષ ચક્રવર્તીને જીતવાના યોગ્ય વિજયોમાં જન્મેલા ક્ષેત્રઆર્ય કહેવાય. ૮૬ * જાતિ આર્ય-ઈક્ષ્વાકુ, વિદેહ, હરિ, અમ્બઇ, જ્ઞાત, કુરુ, બુંવનાલ, ઉગ્ર, ભોગ, રાજન્ય ઈત્યાદિ જાતિમાં જન્મેલા જાતિઆર્ય. * કુલઆર્ય-કુલકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો અને બીજાપણ (કુલકર પછીના બીજાપણ) ત્રીજી પેઢી સુધીકે પાંચમી પેઢી સુધીના કે સાતમી પેઢી સુધીના અથવા કુલકરોથી ઉત્પન્ન થયેલા જે વિશુદ્ધવંશ પ્રકૃતિ વાળા તે ફુલાર્યું. * કર્મ આર્ય-યજન (પૂજા કરવી), યાજન (પૂજા કરાવવી), અધ્યયન (ભણવું), અધ્યાપન (ભણાવવું), પ્રયોગ (રચના કરવી), કૃષી (ખેતી), લિપિ (લખાણ), વાણિજ્ય (વેપાર), યોનિપોષણ (પશુપાલન) વૃત્તિ (થી આજીવિકા ચલાવવા) વાળા તે કર્ય. * શિલ્પ આર્ય-વણકર, કુંભાર, હજામ, તુણનાર, દેવાટ ઈત્યાદિ અલ્પ પાપવાળા તેમજ અનિંદ્ય (ધંધાવાળા) જીવો તે શિલ્પાર્ય. અધ્યાય - ૩ * ભાષા આર્ય- (સર્વાતિશય સમ્પન્ન ગણધરાદિ) શિષ્ટપુરુષોની ભાષા (જેવી કે સંસ્કૃત, માગધિ) માં નિયત કરેલા અકારદિવર્ણોવાળો અત્યંત પ્રસિદ્ધ વ્યવહારમાં સ્પષ્ટ (સ્ફુટ) ભાષા તે લોકઢ સ્પષ્ટ શબ્દવાળો અને પાંચ પ્રકારના આર્યો જે ક્ષેત્રોના ભેદથી પડ્યા છે તેઓના વ્યવહારને કહેનારા તે ભાષાર્ય. भाष्यम् - अतो विपरीता म्लिशः । અર્થ- આનાથી (ઉત ક્ષેત્રાર્યાદિ ૬ થી) વિપરીત તે મ્લેચ્છ (અનાર્ય)'. માષ્યમ્- તથાT- हिमवतश्चतसृषु विदिक्षु त्रीणि त्रीणि योजनशतानि लवणसमुद्रमवगाह्य चतसृणां मनुष्यविजातीनां चत्वारोऽन्तरद्वीपा भवन्ति त्रियोजनशतविष्कमायामाः, तद्याथा - एकोरुकाणामाभासिकानां लाङ्गूलिकानां वैषाणिकानामिति । चत्वारि योजनशतान्यवगाह्य चतुर्योजनशतायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा - हयकर्णानां गजकर्णानां गोकर्णानां शष्कुलीकर्णानामिति । पञ्चशतान्यवगाह्य पञ्चयोजनशतायामविष्कम्भा एवान्तरद्वीपाः । तद्यथा- आदर्श- मेष-हयगजमुखानामिति । षड् योजनशतान्यवगाह्य तावदायामविष्कम्भा एवान्तरद्वीपाः, तद्यथा ૧. શક, પવન, કિરાત, કામ્બોજ, બાલીક આદિ અનેક ભેદો મ્લેચ્છ એટલે અનાર્યના છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy