________________
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૩
भाष्यम्- भरतक्षेत्रमध्ये पूर्वापरायत उभयतः समुद्रमवगाढो वैताढ्यपर्वतः, षड् योजनानि सक्रोशानि धरणिमवगाढः, पञ्चाशद्विस्तरतः पञ्चविंशत्युच्छ्रितः । विदेहेषु निषधस्योत्तरतो मन्दरस्य दक्षिणत: काञ्चनपर्वतशतेन चित्रकूटेन विचित्रकूटेन चोपशोभिता देवकुरवः। અર્થ- ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ બંને તરફ સમુદ્ર સુધી (લંબાયેલો) વૈતાદ્યપર્વત સવા છ યોજન જમીનમાં રહેલો, ૫૦ યોજનાના વિસ્તારવાળો અને ૨૫ યોજન ઉચો છે. વિદેહમાં નિષધની ઉત્તરે અને મેરુની દક્ષિણ તરફ સો (૧૦) કંચનપર્વત, ચિત્રકૂટ અને વિચિત્રકૂટથી સુશોભિત એવું દેવગુરુ છે.
भाष्यम्- विष्कम्भेणैकादश. योजनसहस्राण्यष्टौ च शतानि द्विचत्वारिंशानि द्वौ च भागौ, एवमेवोत्तरेणोत्तराः कुरवश्चित्रकूटविचित्रकूटहीना द्वाभ्यां च काञ्चनाभ्यामेव यमकपर्वताभ्यां विराजिताः । विदेहा मन्दरदेवकुरूत्तरकुरुभिर्विभक्ताः क्षेत्रान्तरवद्भवन्ति, पूर्वे चापरे च, पूर्वेषु षोडश चक्रवर्तिविजया नदीपर्वतविभक्ताः परस्परागमा, अपरेऽप्येवंलक्षणा: षोडशैव । तुल्यायामविष्कभावगाहोच्छ्रायौ दक्षिणोत्तरौ वैताढ्यौ, तथा हिमवच्छिखरिणौ, महाहिमवद्रुक्मिणौ, निषधनीलौ વેતિ અર્થ- તે દેવકુર વિસ્તારથી ૧૧૮૪૨, યોજન છે. એ પ્રમાણે ઉત્તર તરફનું ઉત્તરકુરુ તે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ (૧૦ કંચનપર્વત) એ બે સિવાય અને બે યમકગિરિ (કુલ ૧૦૦ કંચન પર્વત + ૨ = ૧૦૨) થી શોભાયમાન છે. મેરુપર્વત, દેવગુરુ અને ઉત્તરકુરથી વિભાગ કરાયેલ વિદેહ ક્ષેત્ર ભિન્નક્ષેત્રની જેમ પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ એમ બે પ્રકારે થાય છે. પૂર્વવિદેહમાં નદીઓ પર્વતોથી વિભાગ કરાયેલ (એવી) ચક્રવર્તીને જીતવા યોગ્ય સોળ વિજ્યો પરસ્પર વડે ન જોઈ શકાય તેવી છે. તે જ પ્રમાણે પશ્ચિમવિદેહમાં પણ તે જ રીતની સોળ (ચક્રવત) વિજયો છે. સરખી લંબાઈ, પહોળાઈ, ઉડાઈ અને ઉચાઈવાળા દક્ષિણ તથા ઉત્તરના વૈતાદ્ય, (તે રીતે) હિમવતું અને શિખરી, મહાહિમવાનું અને રુકિમ તેમજ નિષધ અને નીલ (પરસ્પર સમાન છે.)
भाष्यम्- क्षुद्रमन्दरास्तु चत्वारोऽपि धातकीखण्डकपुष्कराधका महामन्दरात्पञ्चदशभिर्योजनसह
हीनोच्छ्रायाः षड्भिर्योजनशतैर्धरणितले हीनविष्कम्भाः, तेषां प्रथमं काण्डं महामन्दरतुल्यं, द्वितीयं सप्तभिर्दीनं, तृतीयमष्टाभिः, भद्रशालनन्दनवने महामन्दरवत्, ततः अर्धषट्पञ्चाशद्योजन- सहस्राणि सौमनसं पञ्चशतविस्तृतमेव, ततोऽष्टाविंशतिसहस्राणि चतुर्नवतिचतुःशतविस्तृतमेव पाण्डुकं भवति, उपरि चाधश्च विष्कम्भोऽवगाहश्च तुल्यो महामन्दरेण, चूलिका चेति ॥ અર્થ- ધાતકી ખંડ (માં બે) અને પુષ્કરાર્ધ (માં બે એમ) સંબંધી ચારે મેરુ લઘુમેરુ કહેવાય છે. તે મહામેરુથી પંદર હજાર યોજન હીન ઉચાઈવાળા છે. (અર્થાત્ ૮૫૦૦૦ યોજન પ્રમાણ ઉચાઈવાળા છે.) સમતલભૂમિએ (ધરણીતલે) (મોટામેરુ કરતાં) ૬૦ યોજન હીન વિખંભ છે. (એટલે ઉચાઈમાં ૯૪0 યોજન છે.) તેનો (નાના મેરુનો) પહેલો કાંડ (ઉચાઈમાં) મોટા મેરુના સરખો, બીજે કાંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org