________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
હજાર યોજનનો તંબૂનદ સુવર્ણની બહુલતાવાળો છે. વૈડૂર્ય રત્નની બહુલતાવાળી આની ચૂલિકા ચાલીસ યોજન ઉચી-મૂળમાં બાર યોજન વિષ્મભવાળી તેમજ મધ્યમાં આઠ યોજન વિષ્મભવાળી અને ઉપર ચાર યોજન વિષ્મભવાળી છે. (મેરુને) મૂળમાં વલય આકારે વીંટળાયેલું ભદ્રશાલ વન છે. ભદ્રશાલ વનથી પાંચસો યોજન ઉચે ચઢતાં તેટલાં જ વિસ્તારવાળું (પ∞ યો.) ચારે બાજું નંદનવન છે. ત્યાંથી (નંદનવનથી) ૬૨૫૦૦ (સાડા બાસઠ હજાર) યોજન ઉપર જતાં પાંચસો યોજનના વિસ્તારવાળું ચારે બાજુ સોમનસવન આવે છે. ત્યાં (સોમનસવન) થી છત્રીસ હજાર યોજન ઉપર જતાં ચારસો ચોરાણું (૪૯૪) યોજન વિસ્તારવાળું ચારેબાજુ પાંડુકવન આવે છે. નંદન અને સોમનસથી દરેક અગ્યારહાર યોજન આરોહણ કરીને (આરોહણ કર્યા બાદ) વિખંભના પ્રદેશોની હાનિ થાય છે. IIII
..
सूत्रम् - तत्र भरतहैमवतहरिविदेहरम्यक हैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ॥ ३-१०॥ અર્થ- જંબુદ્રીપમાં ભરત, હૈમવત, હરિ, વિદેહ, રમ્યફ, હૈરણ્યવત અને ઐરાવત આ સાત વર્ષોં એટલે ક્ષેત્રો છે.
અધ્યાય - ૩
भाष्यम्- तत्र-जम्बूद्वीपे भरतं हैमवतं हरयो विदेहा रम्यकं हैरण्यवतमैरावतमिति सप्त वंशा:- क्षेत्राणि भवन्ति, भरतस्योत्तरतो हैमवतं हैमवतस्योत्तरतो हरय इत्येवं शेषाः, वंशा वर्षावास्या इति चैषां गुणतः पर्यायनामानि भवन्ति ।
અર્થ- તત્ર એટલે તે જંબુદ્રીપમાં ભરત, ઐરાવત, હરિવર્ષ, વિદેહ, રમ્યફ, હૈરણ્યવત, ઐરાવત એ પ્રમાણે વર્ષો એટલે ક્ષેત્રો છે. ભરત ક્ષેત્રની ઉત્તરે (ઉત્તર તરફ જતાં પ્રથમ ક્ષેત્ર) હૈમવંત (હિમવંત) ક્ષેત્ર, હૈમવતની ઉત્તરે હરિવર્ષ એ પ્રમાણે જાણવા. (હરિવર્ષની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક્, રમ્યની ઉત્તરે હિરણ્યવંત, હિરણ્યવંતની ઉત્તરે ઐરાવત ક્ષેત્ર આવે...) વંશો, વર્ષો, વાસ્યો એ પ્રમાણે ગુણથી પર્યાયનામો છે.
भाष्यम्- सर्वेषां चैषां व्यवहारनयापेक्षाऽऽदित्यकृताद्दिग्नियमादुत्तरतो मेरुर्भवति ।
અર્થ- આ સર્વે ક્ષેત્રો વ્યવહારનયની અપેક્ષાએ સૂર્યના ઉદયથી કરાયેલ દિશાના નિયમથી ઉત્તર તરફ મેરુ હોય છે. (સર્વે ક્ષેત્રોને મેરુ ઉત્તરમાં હોય.)
भाष्यम्- लोकमध्यावस्थितं चाष्टप्रदेशं रुचकं दिग्नियमहेतुं प्रतीत्य यथासम्भवं भवतीति ॥१०॥ અર્થ- લોક્ના મધ્યભાગમાં રહેલા આઠ પ્રદેશવાળા રૂચકને દિશાનો હેતુ માનીને યથાસંભવ દિશા ગણાય છે. ૧૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org