________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
પુષ્કરવરદ્વીપ, પુષ્કરોદસમુદ્ર, વરુણવરદ્વીપ, વરુણવરસમુદ્ર, ક્ષીરવરદ્વીપ, ક્ષીરોદસમુદ્ર, ધૃતવરદ્વીપ, ઘૃતોદસમુદ્ર, ઈશ્વવરદ્વીપ, ઈક્ષુવરોદસમુદ્ર, નંદીશ્વરદ્વીપ, નંદીશ્વરોદસમુદ્ર, અરુણવરદ્વીપ, અરુણવરોદ સમુદ્ર... આ પ્રમાણે અસંખ્ય દ્વીપ-સમુદ્રો સ્વયંભૂરમણ સુધી જાણવા ઢોળા
૭૮
सूत्रम् - द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणोवलयाकृतयः ॥ ३-८॥
અર્થ- તે દરેક દ્વીપસમુદ્રો બમણા-બમણા વિસ્તારવાળા છે. પૂર્વ-પૂર્વના દ્વીપ અને સમુદ્રને વીંટળાઈને ગોળ બંગડી આકારે (વચમાં પોલા) રહેલા છે.
અધ્યાય - ૩
भाष्यम्- सर्वे चैते द्वीपसमुद्रा यथाक्रममादितो द्विद्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः પ્રત્યેતવ્યા:, તદ્યથા
અર્થ- આ બધા દ્વીપસમુદ્રો અનુક્રમે પ્રથમ કરતાં બમણા બમણા પહોળા તેમજ પ્રથમ-પ્રથમને વીંટળાઈને ગોળ બંગડી આકારે ગોઠવાઈને રહ્યા છે.
भाष्यम् - योजनशत सहस्रं विष्कम्भो जम्बूद्वीपस्य वक्ष्यते, तद्विगुणो लवणजलसमुद्रस्य, તવાजलसमुद्रविष्कम्भाद्विगुणो धातकीखण्डद्वीपस्य, इत्येवमास्वयम्भूरमणसमुद्रादिति । पूर्वपूर्वपरिक्षेपिणः, सर्वे पूर्वपूर्वपरिक्षेपिणः प्रत्येतव्याः, जम्बूद्वीपो लवणसमुद्रेण परिक्षिप्तः, लवणजलसमुद्रो धातकीखण्डेन परिक्षिप्तः, धातकीखण्डद्वीप: कालोदसमुद्रेण परिक्षिप्त, कालोदसुमुद्रः पुष्करवरद्वीपार्धेन परिक्षिप्तः, पुष्करद्वीपार्थं मानुषोत्तरेण पर्वतेन परिक्षिप्तम्, पुष्करवरद्वीपः पुष्करवरोदेन समुद्रेण परिक्षिप्त, एवमास्वयम्भूरमणासमुद्रादिति । वलयाकृतयः, सर्वे च ते वलयाकृतयः सह मानुषोत्तरेणेति ॥८॥ અર્થ- સોહજાર યોજન (એક લાખ યોજન) વિષ્યમ્ભ જંબૂદ્વીપનો (સૂ॰ ૯ માં) કહેવાશે. તેનાથી (જંબૂ થી) બમણી પહોળાઈ લવણજળ સમુદ્રની, લવણજળ સમુદ્રની પહોળાઈ કરતાં બમણી (પહોળાઈ) ધાતકીખંડની. એ પ્રમાણે (બમણી-બમણી) સ્વયમ્ભરમણ સમુદ્ર સુધી જાણવી. પ્રથમ-પ્રથમને વીંટળાયેલ એટલે-બધા દ્વીપસમુદ્રો પૂર્વપૂર્વને વીંટળાઇને રહ્યા છે. (જેમકે,) જંબુદ્રીપ લવણસમુદ્ર વડે વીંટળાયેલો છે, લવણજળ સમુદ્ર ધાતકીખંડદ્વીપ વડે વીંટળાયેલો છે, ધાતકીખંડદ્વીપ કાલોદ સમુદ્ર વડે વીંટળાયેલો છે, કાલોદ સમુદ્ર પુષ્કરાર્ધદ્વીપ વડે વીંટળાયેલો છે, પુષ્પકરાર્ધદ્વીપ માનુષોત્તર પર્વત વડે વીંટળાયેલો છે. પુષ્કરવર (આખો) દ્વીપ પુષ્કરવરોદસમુદ્ર વડે વીંટળાયેલો છે. એ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું, વલય (બંગળી)ની આકૃતિવાળા એટલે માનુષોત્તર પર્વત સહિત તે બધા (દ્વીપ-સમુદ્રો) વલય (બંગડી-ચૂડી) આકારે (રહેલા છે.) (જંબુદ્વીપ સિવાય) IIII
૧. અસંખ્યનું મા૫-૨૫ કોડાકોડી સુક્ષ્મ ઉદ્વાર પલ્યોપમ અર્થાત્ અઢી ઉદ્વાર સાગરોપમના જેટલાં સમય તેટલા દ્વીપ-સમુદ્રો જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org