________________
૭૬
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૩
भाष्यम्- द्वीपसमुद्रपर्वतह्रदतडागसरांसि ग्रामनगरपत्तनादयो विनिवेशा बादरो वनस्पतिकायो वृक्षतृणगुल्मादिः द्वीन्द्रियादयस्तिर्यग्योनिजा मनुष्या देवाश्चतुर्निकाया अपि न सन्ति, अन्यत्र समुद्घातोपपातविक्रियासाङ्गतिकनरकपालेभ्यः, उपपाततस्तु देवा रत्नप्रभायामेव सन्ति, नान्यासु, गतिस्तृतीयां यावत्। અર્થ- (નારકોમાં) દ્વીપ, સમુદ્ર, પર્વત, નદી, દ્રહ (કુંડો), તળાવો, સરોવરો, કે ગામડાઓ-શહેરો-પત્તન (મોટા શહેરો) આદિ રહેઠાણો, વૃક્ષ-ઘાસ-છોડ આદિ રૂપ બાદર વનસ્પતિકાય તથા બેઈન્ટિયાદિ તેમજ તિર્યંચયોનિ વાળા (પંચેન્દ્રિય) તથા મનુષ્યો તેમજ ચારે નિકાયના દેવો પણ હોતા નથી. સિવાય કે (અપવાદ) સમુઘાત કરતાં કેવલી, ઔપપાતિકનારકો, વૈક્રિય લબ્ધિ સમ્પન્ન (જીવ), પૂર્વ જન્મના મિત્રદેવો, નરકપાલ (પરમાધામી) (આટલા હોઈ શકે.) દેવોની ઉત્પત્તિ (સાત નરકમાંથી માત્ર) રત્નપ્રભામાં જ હોય છે. બીજે (બીજી આદિ નરકમાં) કયાંય ઉત્પત્તિ ન હોય અને દેવોનું ગમન તો ત્રીજી નરક સુધી' હોય.
भाष्यम्- यच्च वायव आपो धारयन्ति, न च विश्वग्गच्छन्ति, आपश्च पृथिवीं धारयन्ति, न च प्रस्पन्दन्ते, पृथिव्यश्चाप्सु विलयं न गच्छन्ति, तत्तस्यानादिपारिणामिकस्य नित्यसन्ततेर्लोकविनिवेशस्य लोकस्थितिरेव हेतुर्भवति ॥ અર્થ- જે વાયુ પાણી (ધનોદધિ) ને ધારણ કરે છે તે (વાયુ) કયાંય સરકતો નથી. (અર્થાત્ સ્થાન છોડી બીજે જતો નથી.) અને જે પાણી પૃથ્વીને ધારણ કરે છે તે (જરાપણ) હલતું નથી. તેમજ પાણી (ધનોદધિ) માં પૃથ્વી વિલય પામતી નથી. (અર્થાત્ ડૂબતી નથી કે નાશ નથી પામતી) (દ્રવ્યાસ્તિકાયની અપેક્ષાએ) તે અનાદિ પારિણામિક એવું નિત્ય સંતતિ (શાશ્વતપણા) રૂપ લોકનિર્માણનું કારણ લોકસ્થિતિ (અર્થાત્ લોકસ્વભાવ) જ છે.
भाष्यम्- अत्राह-उक्तं भवता लोकाकाशेऽवगाह', तदनन्तरं ऊर्ध्वं गच्छत्यालोकान्तादिति, तत्र लोकः कः ? कतिविधो वा ? किंसंस्थितो वेति ?, अत्रोच्यते- पञ्चास्तिकायसमुदायो लोकः। અર્થ- અહીં જિજ્ઞાસુ) પૂછે છે કે તમોએ કહ્યું છે (લોક વિશે) કે “લોકાકાશ માં દ્રવ્યોનો અવગાહ છે (અ૦૫ - સૂ ૧૨)” તથા “ત્યાર બાદ લોકાન્ત સુધી ઉચે પહોંચી જાય છે' (અ. ૧૦ - સૂપ). તો તેમાં લોક શું છે ? કે તેના કેટલા પ્રકાર છે ? કે તે કેવી રીતે રહેલ છે ? (ઉત્તરકાર-) કહેવાય છે અહીં.. પંચાસ્તિકાયનો સમુહ તે લોક.
भाष्यम्- ते चास्तिकायाः स्वतत्त्वतो विधानतो लक्षणतश्चोक्ता वक्ष्यन्ते च, सच लोकः क्षेत्रविभागेन त्रिविधः-अधस्तिर्यगूज़ चेति, धर्माधर्मास्तिकायौ लोकव्यवस्थाहेतू, तयोरवगाहविशेषाल्लोका
૧. કોઈક વાર ચોથી નરક સુધી પણ જાય છે. જેમ સીતાજીનો જીવ જે બારમા દેવલોકનો ઈન્દ્ર છે, તે લક્ષ્મણજીના જીવને મળવા ચોથી
નરક સુધી ગયાનો ઉલ્લેખ મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org