________________
સૂત્ર-૬
સભાખ્ય-ભાષાંતર
૭૫
- જઘન્યથી તો આગળ કહેવાશે. બીજી આદિ નરકથી પૂર્વ પૂર્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછી પછીની જઘન્ય સ્થિતિ (અ. ૪ - સૂ. ૪૩)' (તથા) પહેલી નરકમાં જઘન્ય સ્થિતિ દશહજારવર્ષ. (અ. ૪સૂ. ૪૪)
भाष्यम्- तत्रास्रवैर्यथोक्तैर्नारकसंवर्तनीयैः कर्मभिरसंज्ञिनः प्रथमायामुत्पद्यंते, सरीसृपा द्वयोरादितः प्रथमद्वितीययोः, एवं पक्षिणस्तिसृषु, सिंहाश्चतसृषु, उरगाः पञ्चसु, स्त्रियः षट्सु, मत्स्यमनुष्याः सप्तस्विति, न तु देवा नारका वा नरकेषूपपत्तिं प्राप्नुवन्ति, न हि तेषां बह्वारम्भपरिग्रहादयो नरकगतिनिर्वतका हेतवः सन्ति, नाप्युद्वर्त्य नारका देवेषूत्पद्यन्ते, न ह्येषां सरागसंयमादयो देवगतिनिर्वर्तका हेतवः सन्ति, उद्वर्तितास्तु तिर्यग्योनौ मनुष्येषु वोत्पद्यन्ते, मानुषत्वं प्राप्य केचित्तीर्थकरत्वमपि प्राप्नुयुरादितस्तिसृभ्यः, निवार्णं चतसृभ्यः, संयमं पञ्चभ्यः, संयमासंयमंषड्भ्यः, सम्यग्दर्शनं सप्तभ्योऽपीति ॥ અર્થ- ત્યાં-આશ્રદ્વારમાં નારકમાં ઉત્પન્ન થવા યોગ્ય યથોત કમથી * અસંજ્ઞી જીવો પહેલી નરક (સુધી) માં ઉત્પન્ન થઈ શકે. * ભૂજ પરિસર્પ બીજી (નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે.) * એ પ્રમાણે પક્ષીઓ ત્રીજી (નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે.) * સિંહો (ચતુષ્પદ) ચોથી (નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે.) * સર્પો વગેરે ઉરપરિસર્પ પાંચમી (નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે.) * સ્ત્રીઓ છઠ્ઠી (નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે.) * માછલી તથા મનુષ્યો સાતમી (નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે.) પરંતુ દેવો કે નારકો નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. કેમકે તેમને બહુઆરંભ, બહુપરિગ્રહ આદિ નરકગતિમાં ઉત્પન્ન કરનાર હેતુઓ નથી હોતા. (અ. ૬- સૂ ૧૬ માં)
તે પ્રમાણે નારકો પણ નરકમાંથી નીકળીને દેવ થતા નથી. કેમકે તેમને (નરકને) સરાગસંયમ આદિ દેવગતિયોગ્ય આથવો નથી હોતા. (અ. ૬ – સૂ ૨૦ માં).
ત્યાંથી (નરકમાંથી) નીકળેલા (જીવો) તો તિર્યંચમાં કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. * પહેલી ત્રણ નરકમાંથી નીકળેલાં નારકો) મનુષ્યપણું પામીને કેટલાક તીર્થકંરપણાને પણ પામે. * પહેલી ચાર નરકમાંથી આવેલા મનુષ્ય-નિર્વાણ (મોક્ષ) પામી શકે છે. * પહેલી પાંચ નરકમાંથી આવેલા મનુષ્ય-સંયમ (દીક્ષા) લઈ શકે છે.
પહેલી નરકમાંથી આવેલા જીવો-દેશવિરતિ પામી શકે છે. * સાત નરકમાંથી આવેલા જીવો-સમ્યગ્દર્શન પામી શકે છે.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org