________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
આ
ફ્ળરૂપે જે બીજા અન્ય પ્રીતિકારક સાધનો હોવા છતાં અશુભભાવો જ પ્રીતિના સાધનરૂપ બને છે. પ્રકારે અણગમતાં-નિરંતર અત્યન્ત તીવ્ર દુ:ખને અનુભવતા તેઓ (નારકો) મોતને ઝંખવા છતાં તેમને અકાળે મૃત્યું થતું નથી. કેમકે, આયુષ્યકર્મ નિર્ધારીત (અનપવર્તનીય) હોય છે. કહ્યું છે કે ‘ઔપપાતિક, ચરમદેહી ઉત્તમપુરુષો અને અસંખ્યવર્ષના આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. (અ. ૨. સૂ. ૫૩)
-
• ત્યાં તેમને કોઇની પણ મદદ નથી મળતી કે દુઃખોનું અપક્રમણ (અપહરણ) પણ નથી થતું. તેથી કર્મવાથી જ બળેલ, ચીરાયેલ, ભેદાયેલ, છેદાયેલ અને કપાયેલ એવા તે (નારકો) પાછા સરખા શરીરવાળા થઈ જાય છે. જેમકે પાણીમાં લાકડી મારવા જેવું. (પાણીમાં લાકડી મારવાથી પાણીના બે ભાગ દેખાય.. પણ તરત જ પાણી જેવું હતું તેવું થઈ જાય. તેમ)
- આ પ્રમાણે ત્રણ પ્રકારના દુઃખો નરકમાં નારકોને હોય છે. IIII
૭૪
સૂત્રમ્-તે-ત્રિ-સપ્ત-શ-સપ્તવંશ-ઢાવિંશતિ-ત્રર્યાસ્ત્રશત્સાળોપમા: સવાનાં પસ્થિતિઃ ।।રૂ-દ્દાા
અર્થ- તે નરકમાં રહેલા જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ અનુક્રમે એક-ત્રણ-સાત- દશ-સત્તર-બાવીસ અને તેત્રીસ સાગરોપમની હોય છે.
અધ્યાય - ૩
भाष्यम् - तेषु नरकेषु नारकाणां पराः स्थितयो भवन्ति, तद्यथा - रत्नप्रभायामेकं सागरोपमम्, एवं त्रिसागरोपमा सप्तसागरोपमा दशसागरोपमा सप्तदशसागरोपमा द्वाविंशतिसागरोपमा त्रयस्त्रिंशत्सागरोपमा, जघन्या तु पुरस्ताद्वक्ष्यते, नारकाणां च द्वितीयादिषु, दश वर्षसहस्राणि प्रथमायामिति ॥ અર્થ- તે નરકમાં નારકોની ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે હોય છે.
* રત્નપ્રભામાં એક સાગરોપમ.
* (શર્કરા પ્રભામાં) ત્રણ સાગરોપમ.
* (વાલુકા પ્રભામાં) સાત સાગરોપમ. * (પંક પ્રભામાં ) દશ સાગરોપમ. * (ધૂમ પ્રભામાં) સત્તર સાગરોપમ.
* (તમ:પ્રભામાં) બાવીશ સાગરોપમ.
* (મહાતમ:પ્રભામાં) તેત્રીસ સાગરોપમ.
૧. નારકઆયુષ્યકર્મને પાપપ્રકૃતિ કહી છે. નારકો સદા મોતને ઝંખે છે. પૂ.પાદ સાગરજી મ.શ્રી એ ખુલાસો કરતાં આ ભાવમાં કહેલ કે ‘શેષ ત્રણે ગતિવાળા મોતને ઝંખના નથી કેમકે તેમને મર્યા પછી પ્રાયઃ વધારે દુઃખની સંભાવના ખરી. જ્યારે નારકને તો નક્કી છે કે અહીં (નરકમાં) જેટલું દુ:ખ છે તેનાં કરતાં વધારે દુ:ખતો નથી જ મળવાનું અર્થાત્ નરક કરતા તો નક્કી સુખ વધારે જ મળવાનું છે. તેથી નારકને મોતની ઝંખના થાય તે સ્વાભાવિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org