________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
તેનાં કરતાં અનંતગણું પ્રકૃષ્ટ દુ:ખ ઉષ્ણવેદનાવાળી નરકમાં હોય છે.
(શીત વેદનાવાળી નરકનું વર્ણન)-પોષ મહિનો અને મહા મહિનાની રાત્રીમાં હ્રદય, હાથ, પગ, હોઠ, દાંત વગેરેને કંપાવી નાખે તેવો પ્રતિસમય વધી રહેલો ઠંડોગાર પવન હોતે છતે બરફ્થી લેપાયેલ શરીરવાળા અગ્નિ, આશ્રય અને વસ્ત્ર વગરના જીવને જેટલું ઠંડીથી ઉત્પન્ન થયેલું અશુભદુ:ખ હોય તેનાં કરતાં અનંતગણું પ્રકૃષ્ટ દુ:ખ શીતવેદનાવાળી નરકમાં હોય છે.
ખરેખર! જો ઉષ્ણવેદનાવાળી નરકમાંથી નારક (જીવ) ને ઉઠાવીને જબરજસ્ત મોટા સળગતા અંગારાઓના સમુહમાં (ભઠ્ઠામાં) નાખી દેવામાં (મૂકી દેવામાં) આવે તો, ખરેખર ! ઠંડા મંદ વાતા પવનમાં શીતલ છાયડાંની પ્રાપ્તિની જેમ અનુપમ સુખ ભોગવે છે અને નિદ્રાધિન થઈ જાય છે. આ પ્રમાણે અત્યન્ત દુ:ખ નારકને ઉષ્ણતાનું કહ્યું છે.
તથા ખરેખર ! જો શીતવેદનાવાળી નરકમાંથી નારકને ઉઠાવીને કોઈક આકાશમાં (જ્યાં ઠંડું વાતાવરણ હોય તે ભાગમાં) મહામહિનાની રાત્રે ઠંડો પવન ફુંકાતો હોય ત્યાં હિમ (બરફ) ના ઢગલામાં કે જ્યાં આપણા દાંત કડેડાટી બોલાતાં હોય ત્યાં તેને મૂકવામાં આવે તો, તે અનુપમ સુખને ભોગવે છે અને નિદ્રધિન થઈ જાય છે. આ પ્રમાણે અત્યન્ત કષ્ટવાળી નારકની ઠંડીનું દુઃખ કહ્યું' છે.
७०
भाष्यम्- अशुभतरविक्रियाः, अशुभतराश्च विक्रिया नरकेषु नारकाणां भवन्ति, शुभं करिष्याम इत्यशुभतरमेव विकुर्वते, दुःखाभिभूतमनसश्च दुःखप्रतीकारं चिकीर्षवो गरीयस एव ते दुःखहेतून વિસ્તૃત જ્ઞતિ રૂા
અર્થ- અશુભતર વિક્રિયા (વૈક્રિયપણું)- અને અશુભતર વૈક્રિયપણું નરકમાં નારક જીવોને હોય છે. ‘સારું કરીશ’ એવી ઈચ્છા કરતાં છતાં અશુભતર જ વિક્રિયા (ઉલ્ટું) થાય છે. દુ:ખગ્રસ્ત થયેલા તે દુ:ખનો પ્રતિકાર કરવા ઉપાય કરે તેવામાં (તુર્ત) જ તે (પ્રતિકાર-ઉપાય) ઘણાં દુ:ખના હેતુઓ રૂપ થઈ જાય (અર્થાત્ દુ:ખના કારણભૂત વિક્રિયા થઈ જાય.) IIII
સૂત્રમ્- પરસ્પરોવીરિતવુ વા: ||રૂ-૪|| અર્થ- નરકમાં નારકો સામ-સામે એકબીજાને દુ:ખ દેતાં હોય છે.
અધ્યાય - ૩
भाष्यम् - परस्परोदीरितानि दुःखानि नरकेषु नारकाणां भवन्ति, क्षेत्रस्वभावजनिताच्चाशुभात्पुद्गलपरिणामादित्यर्थः ।
અર્થ- પરસ્પર અર્થાત્ એકબીજ વડે દેવાતાં દુઃખો નરકમાં નારક જીવોને હોય છે. (તે સિવાય) ક્ષેત્ર સ્વાભાવથી ઉત્પન્ન થયેલ અશુભ પદ્ગલના પરિણામથી પણ દુ:ખ હોય છે (એટલે કે ક્ષેત્ર સ્વભાવથી ઉત્પન્ન થતાં દુ:ખો પણ હોય છે જેમાં અશુભ પુદ્ગલ પરિણામ કારણરૂપ છે.)
૧. આ દ્રષ્ટાંત અસદ્ભાવ કાલ્પનિક જાણવા. નરકના જીવને પ્રકૃષ્ટ અશુભકર્મનો ઉદય હોવાથી તેને ઉઠાવીને અહીં લાવી શકાતો નથી અને ત્યાં બાદર અગ્નિ પણ હોતો નથી. પરંતુ ક્ષેત્ર સ્વભાવથી-અનાદિ પરિણામોથી ગરમી અને ઠંડી હોય છે તેમ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org