________________
સૂર-૩
સભાગ-ભાષાંતર
- સાત ધનુષ્ય ત્રણ હાથ અને છ અંગુલ (પોણા આઠ ધનુષ્ય અને છ અંગુલ) આટલું શરીરનું માપ રત્નપ્રભામાં (રહેલા) નરકના જીવોને (નારકોને) હોય છે. બાકી (શર્કરા પ્રભાદિ) માં બમણું બમણું જાણવું (શર્કરા પ્રભામાં સાડા પંદર ધનુષ્ય અને ૧૨ અંગુલ, વાલુકાપ્રભામાં ૩૧ ધનુષ્ય અને એક હાથ, પંકપ્રભામાં બાસઠ ધનુષ્ય અને બે હાથ, ધૂમપ્રભામાં એકસો પચ્ચીશ ધનુષ્ય, તમ પ્રભામાં અઢીસો ધનુષ્ય અને મહાતમ:પ્રભામાં પાંચસો (૫૦) ધનુષ્ય. એક ધનુષ્ય = ચાર હાથ, ૧ હાથ = ૨૪ અંગુલ-ઉત્સધાંગુલ જાણવા)
भाष्यम्- अशुभतरवेदनाः, अशुभतराश्च वेदना भवन्ति नरकेष्वधोऽधः, तद्यथा- प्रथमायां उष्णवेदना:द्वितीयायाम् उष्णवेदनाश्चतीव्रतरास्तीव्रतमाश्चा तृतीयायाः, उष्णशीते चतुर्थ्याम्, शीतोष्णे पञ्चम्याम्, परयोः शीता शीततरा चेति, तद्यथा-प्रथमशरत्काले चरमनिदाघे वा पित्तव्याधिप्रकोपाभिभूतशरीरस्य सर्वतो दीप्ताग्निराशिपरिवृतस्य व्यभ्रे नभसि मध्याह्ने निवातेऽतिरस्कृतातपस्य यादृगुष्णजं दुःखं भवति ततोऽनन्तगुणं प्रकृष्टं कष्टमुष्णवेदनेषु नरकेषु भवति, पौषमाघयोश्च मासयोस्तुषारलिप्तगात्रस्य रात्रौ हृदयकरचरणाधरौष्ठदशनायासिनि प्रतिसमयप्रवृद्धे शीतमारुते निरग्नयाश्रयप्रावरणस्य यादृक् शीतवेदनेषूद्भवं दुःखमशुभं भवति ततोऽनन्तगुणं प्रकृष्टं कष्टं शीतवेदनेषु नरकेषु भवति, यदि किलोष्णवेदनानरकादुत्क्षिप्य नारकः सुमहत्यङ्गारराशावुद्दीप्ते प्रक्षिप्येत स किल सुशीतां मृदमारुतां शीतलां छायमिव प्राप्तः सुखमनुपमं विन्द्यात् निद्रां चोपलभेत, एवं कष्टतरं नारकमुष्णमाचक्षते, तथा किल यदि शीतवेदनान्नरकादुत्क्षिप्य नारकः कश्चिदाकाशे माधमासे निशि प्रवाते महति तुषारराशौ प्रक्षिप्येत सदन्तशब्दोत्तमकरप्रकम्पायासकरेऽपि तत्र सुखं विन्द्यादनुपमा निद्रा चोपलभेत, एवं कष्टतरं नारकं शीतदुःखमाचक्षत इति । અર્થ- અશુભતર વેદના નીચે- નીચેની નરકમાં વધારે હોય છે (પહેલી નરક કરતાં બીજી નરકમાં અશુભતર વધારે, તેમ બીજી કરતાં ત્રીજી નરકમાં અશુભતર વધારે... તે રીતે સાતેસાતમાં સમજવું.) તે (વેદના) આ રીતે, પહેલી (રત્નપ્રભા) નરકમાં-ઉષ્ણવેદના, બીજી (શર્કરા પ્રભા) નરકમાં-તીવ્રતર ઉષ્ણવેદના, ત્રીજી (વાલુકાપ્રભા) સુધીમાં-તીવ્રતમ ઉષ્ણ વેદના, ચોથી (પંકપ્રભા)માં-ઘણાને ઉષ્ણવેદના અને થોડાને શીત વેદના (જેથી બંને વેદના તેમાં હોય), પાંચમી (ધૂમપ્રભા) માં – ઘણાને શીત વેદના, થોડાને ઉષ્ણવેદના (જેથી બન્ને વેદના તેમાં હોય), છઠ્ઠી (તમ પ્રભા) માં-શીતતર વેદના, સાતમી (મહાતમ પ્રભા) માં શીતતમ વેદના (અતિતીવ્ર શીત). તે (વેદના દષ્ટાન્ત સહિત) આ રીતે, (ઉષ્ણ વેદનાવાળી નરકનું વર્ણન) આસો માસ (શરદઋતુનો પહેલો મહિનો) અથવા જેઠ માસ (છેલ્લો નિદાઘ) માં વાદળ વિનાનું આકાશ હોય, ખરા બપોરનો સમય હોય, પવન (નું નામ નિશાન) ન હોય આવા આતપને પરિવરેલા, પિત્તના પ્રકોપવાળા (અને) ચારે બાજું ધગધગતી અગ્નિજ્વાળાઓથી પરિવરેલા માણસને ઉષ્ણતાથી થયેલું જે દુઃખ હોય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org