________________
તત્વાર્થાધિગમ સૂત્ર
અધ્યાય - ૩
पूतिमांसकेशास्थिचर्मदन्तरवास्तीर्णभूमयरश्वशृगालमार्जारनकुल-सर्पमूषिक हस्ति अश्वगोमानुषशवकोष्ठाशुभतरगन्धाः, हा मातः ! धिगहो कष्टं बत मुञ्च तावद् धावत प्रसीद भर्तः ! मा वधीः कृपणकमित्यनुबद्धरुदितैस्तीव्रकरुणैर्दीनविक्लवैर्विलापैरा-स्वरैनैर्निनादैर्दीनकृपणकरुणैर्याचितैर्बाष्पसंनिरुद्धैर्निस्तनितैर्गाढवेदनैः कूजितैः सन्तापोष्णैश्च निश्वासैरनुपरतभयस्वनाः । અર્થ- અશુભતર પરિણામ-બન્ધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ-એ દશ પ્રકારના અશુભ પુદગલપરિણામો નરકોમાં અશુભતર હોય છે. (નીચેનીચેની નરકમાં અશુભતર અશુભતમ વધારે જાણવું). - તિથ્થુ ઉપર-નીચે એમ ચારે તરફ અનન્ત ભયંકરમાં ભયંકર અંધારુ નિત્ય હોય છે, બળખા (લીંટ), પેશાબ, ઝાડા, પરસેવા, શરીરના મેલ, લોહી, ચરબી, મેદ, પરું (વગેરે) થી ખરડાયેલી ભૂમિ હોય છે, શમસાનની જેમ દુર્ગધવાળા માંસ, વાળ, હાડકાં, ચામડી, દાંત, નખ વગેરે ભૂમિ ઉપર પથરાયેલ હોય છે. આ તિથ્થુ ઉપર વગેરે પદોથી વર્ણ પરિણામ જણાવ્યો. - કૂતરા, શિયાળ, બિલાડા, નોળિયા, સર્પ, ઉદર, હાથી, ઘોડા, ગાય અને મનુષ્યોના મડદાની અશુભતર (દુર્ગધ ફેલાયેલી હોય છે). આ કૂતરા શિયાળ વગેરે પદોથી ગંધ પરિણામ જાણાવ્યો.
ઓય મા' ! (ઓય બાપા), ધિક્કાર છે આ દુઃખને ! મને છોડી ઘો” એમ બોલતો-દોડતો જાય છે. વળી, સ્વામી !કૃપા કરો, મને મારો મા', એ પ્રમાણે ગરીબની માફક વારંવાર બૂમો પાડતો-રોતો-તીવ્ર કરુણા ભરી દીનતાવાળી ભારે વિલાપથી પીડાયુક્ત અવાજેથી ગરીબ (ની જેમ) બિચારો આજીજી પૂર્વક કરગરતો-આંખમાંથી આંસુ સારતો ગાઢવેદના પૂર્વક બૂમો પાડતો (એ પ્રમાણે) નિઃસાસા નાખતી બૂમોના અવાજોનું ભયંકર વાતાવરણ ચારે બાજુ હોવાથી ભયભીત હોય છે. (ઓય મા ધિક્કાર વગેરે પદોથી શબ્દ પરિણામ બતાવ્યો. શેષ પરિણામ ગ્રન્થગૌરવના ભયથી અહીં પદવાર બતાવ્યા નથી.)
भाष्यम्- अशुभतरदेहाः, देहा:-शरीराणि, अशुभनामप्रत्ययादशुभान्यङ्गोपाङ्गनिर्माणसंस्थानस्पर्शरसगन्धवर्णस्वराणि, हुण्डानि निनाण्डजशरीराकृतीनि क्रूरकरुणबीभत्सप्रतिभयदर्शनानि दुःखभाज्यशुचीनि च तेषु शरीराणि भवन्ति, अतोऽशुभतराणि च अधोऽधः, सप्त धनूंषि त्रयो हस्ताः षडङ्गुलमिति शरीरोच्छ्रायो नारकाणां रत्नप्रभायां, द्विर्द्विः शेषासु, स्थितिवच्चोत्कृष्टजघन्यता वेदितव्या। અર્થ- અશુભતર દેવો-દેહો એટલે શરીરો. અશુભતર નામકર્મના ઉદયથી અશુભ અંગોપાંગ, નિર્માણ (રચના), સંસ્થાન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અવાજ (બધું જ) હુંડક (ખરાબ-બેડોળ જેવું) હોય છે, તેમજ પીંછા ખેંચી લીધેલા પક્ષીના શરીર જેવી આકૃતિવાળા શરીરો હોય છે. વળી, કુર, કરુણ, બીભત્સ અને દેખીતા ભયંકર એવા દુઃખના ભાજન રૂપ અપવિત્ર શરીરો તેમને (નરકના જીવોને) હોય છે. આના કરતાં પણ અશુભતર-અશુભતર નીચે નીચે (ની નરક ભૂમિમાં હોય છે.)
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org