________________
સૂત્ર-૩
અર્થ- તે નરકો ભૂમિક્રમ અનુસાર ઉત્તરોત્તર (નીચે નીચે) નિર્માણથી અશુભતર-અશુભતર હોય છે.
(તે આ રીતે,−) રત્નપ્રભામાં અશુભ. શર્કરાપ્રભામાં તેનાથી અશુભતર, વાલુકાપ્રભામાં તેનાથીપણ અશુભતર. એ પ્રમાણે સાતેય નરક સુધી જાણવું.
સભાષ્ય-ભાષાંતર
भाष्यम्- नित्यग्रहणं गतिजातिशरीराङ्गोपाङ्गकर्मनियमादेते लेश्यादयो भावा नरकगतौ नरकपञ्चे न्द्रियजातौ च नैरन्तर्येणाभवक्षयोद्वर्तनाद् भवन्ति । न च कदाचिदक्षिनिमेषमात्रमपि न भवन्ति शुभा वा भवन्ति, अतो नित्या इत्युच्यन्ते ।
અર્થ- ‘નિત્ય’ કહેવાનું કારણ-ગતિ, જાતિ, શરીર, અંગોપાંગકર્મના નિયમથી આ લેશ્યાદિભાવો નરકગતિમાં અને નરકપંચેન્દ્રિયાતિમાં ભવક્ષય સુધી નિરન્તર હોય છે. ભવક્ષય પછી (આવી) અશુભતા બંધ થાય. અને કયારે પણ એટલે કે આંખના પલકારામાત્ર પણ શુભ (લેશ્યાદિ) નો ઉદય નથી હોતો. જેથી ‘નિત્ય’` (નિરન્તર) કહેવાય.
भाष्यम्- अतः अशुभतरलेश्याः, कापोतलेश्या रत्नप्रभायां ततस्तीव्रतरसंक्लेशाध्यवसाना शर्कराप्रभायां ततस्तीव्रतरसंक्लेशाध्यवसाना कापोतनीला वालुकाप्रभायां ततस्तीव्रतरसंक्लेशाध्यवसाना नीला पङ्कप्रभायां ततस्तीव्रतरसंक्लेशाध्यवसाना नीलकृष्णा धूमप्रभायां, ततस्तीतीव्रतरसंक्लेशाध्यवसाना कृष्णा तमः प्रभायां ततस्तीव्रतरसंक्लेशाध्यवसाना कृष्णैव महातमःप्रभायामिति ॥
અર્થ- હવે, અશુભતર લેશ્યા-રત્નપ્રભા (નરક) માં કાપોત લેશ્યા, તેના કરતાં (રત્નપ્રભાની કાપોત કરતાં) તીવ્રતર સંકલેશના અધ્યવસાયવાળી કાપોતલેશ્યા શર્કરાપ્રભામાં, તેના કરતાં (શર્કરાપ્રભાની કાપોત કરતાં) તીવ્રતર સંકલેશના અધ્યવસાયવાળી કાપોત અને નીલ (તીવ્ર) લેશ્યા વાલુકાપ્રભામાં, તેના કરતાં (વાલુકાપ્રભાની નીલ કરતાં) તીવ્રતર સંકલેશના અધ્યવસાયવાળી નીલ લેશ્યા પંકપ્રભામાં, તેના કરતાં (પંકપ્રભાની નીલ કરતાં) તીવ્રતર સંકલેશના અઘ્યવાસાયવાળી નીલ અને કૃષ્ણ (તીવ્ર) લેશ્યા ધૂમપ્રભામાં, તેના કરતાં (ધૂમપ્રભાની કૃષ્ણ કરતાં) તીવ્રતર સંકલેશના અધ્યવસાયવાળી કૃષ્ણલેશ્યા તમ પ્રભામાં (અને) તેના કરતાં (તમ:પ્રભાની કૃષ્ણ કરતાં) તીવ્રતર સંકલેશના અધ્યવસાયવાળી કૃષ્ણલેશ્યા જ મહાતમ પ્રભામાં હોય છે.
तद्भावाव्ययं नित्यम् ॥५-३०॥
૬૭
भाष्यम्- अशुभतरपरिणामः, बन्धनगतिसंस्थानभेदवर्णगन्धरसस्पर्शागुरुलघुशब्दाख्योदशविधो ऽशुभः पुद्गलपिरणामो नरकेषु, अशुभतरश्चाधोऽधः, तिर्यगूर्ध्वमधश्च सर्वतोऽनन्तेन भयानकेन नित्योत्तमकेन तमसा नित्यान्धकाराः, श्लेष्ममूत्रपुरीषस्रोतोमलरुधिरवसामेदपूयानुलेपनतलाः, श्मशानमिव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org