________________
તવાથધિગમ સૂત્ર
અધ્યાય - ૩
રૂ-રા
સૂત્ર તાણુ ના અર્થ- તે (ભૂમિ)માં નરકો છે.
भाष्यम्-तासु-त्नप्रभाद्यासुभूषूर्ध्वमधश्चैकैकशो योजनसहस्रमेकैकं वर्जयित्वा मध्ये नरकाभवन्ति। અર્થ- તે રત્નપ્રભા આદિ ભૂમિમાં પ્રત્યેક ભૂમિના પોતાની જાડાઈમાંથી) ઉપર-નીચેના એક એક હજાર યોજન છોડીને (શેષ) મધ્યભાગમાં નરકો છે.
भाष्यम्- तद्यथा-उष्ट्रिकापिष्टपचनीलोहीकरकेन्द्रजानुकाजन्तोकायस्कुम्भायःकोष्ठादिसंस्थाना वज्रतला: सीमन्तकोपक्रान्ता रौरवोऽच्युतो रौद्रो हाहारवो घातनः शोचनस्तापनः क्रन्दनो विलपनश्छेदनो भेदनः खटापटः कालपिञ्जर इत्येवमाद्या अशुभनामानः कालमहाकालरौरवमहारौरवाप्रतिष्ठानपर्यन्ताः। અર્થ- તે આ રીતે- ઉઠંડી, હાંડલી, લોઢી, લોઢાનીડોઘલી, લોઢાનો કુમ્ભ, લોઢાની કોઠી આદિ આકારવાળા વજના (ધારદાર વજના) તળીયાવાળી સીમન્તક (રત્નપ્રભાનું પહેલું પ્રતર) આદિ તમામ પ્રતિરોમાં રૌરવ, અશ્રુત, રૌદ્ર, હાહારવ, ઘાટન, તાપન, શૌચન, કન્દન, વિલપન, છેદન, ભેદન, ખટાપટ, કાલપિંજર ઈત્યાદિ અશુભ નામવાળા નારકવાસો સાતમી ભૂમિના કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ (અને) અપ્રતિષ્ઠાન (આ પાંચ પ્રતરો) સુધીમાં હોય છે.
भाष्यम्- रत्नप्रभायां नरकाणां प्रस्तरास्त्रयोदश, द्विद्यूना: शेषासु । रत्न प्रमायां नरकावासानां त्रिशच्छतसहस्राणि, शेषासु पञ्चविंशतिः पञ्चदश दश त्रीण्येकं पञ्चोनं नरकशतसहस्रमित्याषष्ठ्याः , सप्तम्यां तु पञ्चैव महानरका इति ॥२॥ અર્થ- રત્નપ્રભા પૃથ્વીમાં નરકના તેર પ્રતિરો છે, બાકીની પૃથ્વીમાં બબ્બે ઓછા પ્રતરા જાણવાં. (શર્કરા પ્રભા માં અગ્યાર, વાલુકાપ્રભામાં નવ, પંકપ્રભામાં સાત, ધૂમપ્રભામાં પાંચ, તમ:પ્રભામાં ત્રણ અને મહાતમપ્રભામાં એક પ્રતર છે.) - રત્નપ્રભામાં ત્રીસ લાખ નરકાવાસો છે. બાકીની પૃથ્વીમાં અનુક્રમે પચ્ચીસલાખ, પંદરલાખ, દશલાખ, ત્રણલાખ, પાંચ ઓછા એકલાખ (એટલે ૯૯૫) એમ છઠ્ઠી ભૂમિ સુધી તથા સાતમી (ભૂમિમાં) તો પાંચ જ મહાનરકવાસ છે. [૩૦ + ૨૫ + ૧૫ + ૧૦ + ૩ + ૧ (૬ઠી સાતમીનરક મળીને ૧ લાખ) એમ કુલ્લે ૮૪ લાખ નરકાવાસ છે.] રા
सूत्रम्- नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः॥३-३॥ અર્થ- તે નરકનાજીવો નિરન્તર અશુભતર લેક્ષા-પરિણામ-શરીર-વેદના અને વિક્રિયાવાળા હોય છે.
भाष्यम्- ते नरका भूमिक्रमेणाधोऽधो निर्माणतोऽशुभतराः, अशुभा रत्नप्रभायां ततोऽशुभतरा: शर्कराप्रभायां ततोऽप्यशुभतरा वालुकाप्रभायाम्, इत्येवमासप्तम्याः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org