SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જ્ઞાનસાર સુખ માટેની રુચિ-અભિલાષા જવાં જોઈએ. પરંતુ જીવને અનાદિ કાળથી પુગલની માયા લાગેલી છે. આત્મદ્રવ્ય પુદ્ગલની અડોઅડ આવેલું છે. જીવ અને પુદ્ગલ બંને એક ક્ષેત્રાવગાહે રહેલાં છે. બંને વચ્ચે અનાદિકાળથી માયા-મૈત્રી ચાલી આવે છે. જીવે એમાંથી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. આ કાર્ય ધારીએ એટલું સરળ નથી. પણ મુક્તિની પ્રાપ્તિ જોઈતી હોય તો એ કર્યા વગર છૂટકો નથી. પુગલની ભ્રમયુક્ત પૂર્ણતા, જે વાસ્તવિક દૃષ્ટિએ અપૂર્ણતા છે તેનો ત્યાગ કરી આત્મગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ આદરી દેવો જોઈએ. પૂર્ણાનંદસ્વરૂપ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય પમાડે છે. [૭] પરસ્વત્વતોનાથ મૂનાથા ન્યૂનત્તેક્ષિ: I स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि ।। १ ।। ७ ।। [શબ્દાર્થ પર=પરમાં, પરવ્યમાં, સ્વર્વે=આત્મપણાની બુદ્ધિથી; તોનાથ વ્યાકુળતા કરી છે; મૂનાથા:=રાજાઓ; ચૂક્ષણ:=ન્યૂનતાને જોનારા અલ્પતાને અનુભવનારા; સ્વર્વત્ર આત્મામાં જ આત્મપણાના; સુરવપૂણ્ય સુખથી પૂર્ણ થયેલાને; ન્યૂનતા=અપૂર્ણતા, ઓછાપણું; ન=નથી; ઢોરપિહર, ઇન્દ્ર, કરતાં પણ] અનુવાદ-પરવસ્તુમાં પોતાપણાની બુદ્ધિથી વ્યાકુળ બનેલા રાજાઓ અલ્પતાને અનુભવનારા છે. આત્મામાં જ આત્મપણાના સુખથી પૂર્ણ થયેલાને ઇન્દ્ર કરતાં પણ ઓછાપણું નથી. (૭) વિશેષાર્થ: આ સંસારની કેવી વિચિત્રતા છે કે બાહ્ય દૃષ્ટિએ જેની પાસે બધું જ છે અને તે હજુ ઓછું લાગે છે અને જેની પાસે કશું જ નથી એને એમ લાગે છે કે પોતાની પાસે બધું જ છે. પોદ્ગલિક સુખસમૃદ્ધિ અને આત્મિક ગુણસમૃદ્ધિ વચ્ચેનો ભેદ અહીં સરસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy