SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ જ્ઞાનસાર આ શ્લોક પરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે નીચેનો શ્લોક ટાંક્યો છેઃ मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम्।। तात्स्थ्यात् तदजनत्वाच्च समापत्तिः प्रकीर्तिता । [અભિજાત એટલે કે ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ કહી છે.] આમ, “સમાપત્તિ'નું અહીં ઉચ્ચ લક્ષણ બતાવવામાં આવ્યું છે. [૩૬] સાપરિચ તતઃ પુણ્યતીર્થર્મવન્યત: | ___ तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।।३०।।४।। [શબ્દાર્થ સાત્તિ =આપત્તિનો અહીં પારિભાષિક અર્થ છે ફળની પ્રાપ્તિ; વ=અને; તત:=ત્યાર પછી, તેથી (સમાપત્તિથી); પુખ્ય=પુણ્ય પ્રકૃત્તિરૂપ; તીર્થવૃત્ મૈતન્યત:=તીર્થકર નામકર્મના બંધથી; તદ્માવ=તે ભાવના, તીર્થકરપણાના ભાવના; મમુરત્વેન=અભિમુખપણાથી, સંપત્તિ:=આત્મિક સંપત્તિરૂપ ફળ; મા =ક્રમથી, અનુક્રમે; મવેzથાય.] અનુવાદઃ તેથી (સમાપત્તિથી) પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મના બંધથી આપત્તિ અર્થાત્ ફળની પ્રાપ્તિ થાય છે અને તીર્થંકરપણાના અભિમુખપણાથી (ઉદય નજીક આવતાં) ક્રમશઃ સંપત્તિરૂપ ફળ થાય છે. (૪). | વિશેષાર્થ : તીર્થકર ભગવાનના પૂર્વ ભવ અને વર્તમાન ભવમાં ધ્યાનના વિષયમાં સમાપત્તિ પછી આપત્તિ અને સંપત્તિ નામની બે ઘટનાઓ અનુક્રમે બને સમાપત્તિ એ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા છે. આપત્તિ અને સંપત્તિ એ બે સમાપત્તિનાં ફળ છે અને તે અનુક્રમે છે. સંપત્તિ શબ્દ સમજાય એવો છે. આપત્તિને ફળ તરીકે કેવી રીતે બતાવી શકાય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy