SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ જ્ઞાનસાર પોદ્ગલિક સુખ હોય તો એવા ધ્યાનને સમાપત્તિ કહી શકાય નહિ. આવા ધ્યાન માટે આત્મા મિથ્યાદૃષ્ટિ બહિરાત્મા ન હોવો જોઈએ. તે સમ્યગુદૃષ્ટિ જ હોવો જોઈએ. ધ્યાન કરનાર આત્મા સમ્યગ્દર્શનના પરિણામવાળો એટલે કે અંતરાત્મા હોવો જોઈએ. આવા ધ્યાન માટે એ જ અધિકારી છે. વળી એણે ધ્યાનના ધ્યેય તરીકે અરિહંત પરમાત્મા કે સિદ્ધ ભગવાનનું લક્ષ રાખવું જોઈએ, એટલે કે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન ધરવું જોઈએ. વળી આ ધ્યાન એક જ વિષયનું હોવું જોઈએ એટલે કે સજાતીય જ્ઞાનની ધારા સતત ચાલતી હોવી જોઈએ, એમાં વચ્ચે વિજાતીય, વિપરીત વિષય ન આવવો જોઈએ. અરિહંત પરમાત્માનું ધ્યાન ચાલતું હોય તો એમના દ્રવ્ય, ગુણ અને પર્યાયથી એમને જાણવા જોઈએ. | ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકની ટીકામાં “પ્રવચનસાર'ની ગાથાનો સંદર્ભ આપ્યો છે. “પ્રવચનસાર'માં કહ્યું છેઃ जो जाणदि अरिहंते दव्वत्त, गुणत्त, पज्जवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ [જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.] ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં અને હવે પછીના શ્લોકોમાં સર્વોત્કૃષ્ટ ધ્યાન એટલે કે તીર્થંકર પરમાત્માનો જીવ પૂર્વના ભવમાં કેવું ધ્યાન ધરે કે જેથી તીર્થકર નામકર્મ બંધાય એ વિશે સમજાવ્યું છે. [૩૫] મUવિવ પ્રતિરછાયા સમાપત્તિ: પરભિન: . क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ।।३०।।३।। [શબ્દાર્થ મળાવવ=મળી+ફુવ; મણિની જેમ; પ્રતિષ્ઠાવા=પ્રતિબિંબ સમપત્તિ =સમાપત્તિ; TRIભન:=પરમાત્માનું; શીખવૃત્તૌ=ક્ષીણ વૃત્તિવાળા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy