SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ જ્ઞાનસાર હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. વરરાજાને કોઈની નજર ન લાગે એ માટે, અશુભના નિવારણ માટે લૂણ ઉતારાય છે.) લવણ ઉતારવું એટલે અગ્નિમાં મીઠું નાખવું. અગ્નિમાં લવણ નાખવામાં આવે એટલે એ તડ તડ બળવા લાગે. એટલા માટે નીચેની પંક્તિઓ પ્રચલિત બની હતી: - જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. આ લૂણ ઉતારવાની ક્રિયાને ભાવપૂજામાં ઘટાવતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ધર્મસંન્યાસ એ અગ્નિ છે. એમાં પૂર્વના ધર્મ એટલે કે ઓદયિક અને લાયોપથમિક ધર્મ પણ બાળી નાખવાના છે. અર્થાત્ એના આલંબનનો પણ ત્યાગ કરવાનો છે. નિશ્ચયનયથી સર્વોચ્ચ પ્રકારની આ ભાવપૂજા છે. આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને હવે પ્રગટાવવાનું છે. સાધક નિર્વિકલ્પ સમાધિમાં આવે છે. ત્યારે સવિકલ્પ ધર્મોનો ત્યાગ થાય છે. આ આઠમા ગુણસ્થાનકની ઉપર જનાર સાધક માટેની વાત છે. “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છેઃ वंदिज्जमाणा न समुक्कसंति हेलिज्जमाणा न समुज्जलंति। दंतेण चित्तेण चरंति धीरा मुणी समुग्धाइयरागदोसा ॥ [કોઈ વંદન કરે ત્યારે તેઓ પોતાનો ઉત્કર્ષ માનતા નથી (અભિમાન ધારણ કરતા નથી.) કોઈ નિંદા કરે તો તેઓ ગુસ્સે થતા નથી. વશ કરેલા ચિત્ત વડે રાગ-દ્વેષનો નાશ કરનારા ધીર મુનિઓ વિચરે છે.] છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે વર્તતા સાધુએ વિષય-કષાયરૂપ ક્ષાયોપથમિક અને દયિક ભાવોનો ત્યાગ કરવાનો હોય છે. આમ લવણ ઉતારવાની ક્રિયા એટલે ઓદયિક અને ક્ષાયોપથમિક ધર્મોનો ત્યાગ. લૂણ ઉતારવાની ક્રિયા પછી આરતી અને મંગળ દીવો થાય છે. આ શ્લોકમાં આરતીની વાત કરી છે. હવે પછીના શ્લોકમાં મંગળદીવાનો નિર્દેશ છે. ભાવપૂજામાં મુનિવર માટે આરતી એટલે શું ? આરતી એટલે સામર્મયોગ. સામર્થ્યયોગના બે પેટાપ્રકાર છેઃ ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. યોગસંન્યાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy