SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે. ૯. યતિલક્ષણ સમુચ્ચય: આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. ૧૦. નરહસ્ય: આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ૧૧. નયપ્રદીપ : સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોક સહિત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગી સમર્થન અને નયસમર્થન' એ નામના બે સર્ગમાં વહેંચાયેલો છે. ૧૨. નયોપદેશઃ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. જ્ઞાનબિંદુ : સાડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસાર આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે જ બાલાવબોધ (ટબો)ની પણ રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે તે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫. ન્યાયખંડનખંડખાદ્ય : ૫૫૦૦ શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ નવ્ય ન્યાયની વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે. કર્તાના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો તે ગ્રંથ છે. ૧૬. ન્યાયાલોક : આ ગ્રંથમાં ન્યાયષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૭. પ્રતિમાશતક : કર્તાએ મૂળ એકસો શ્લોકમાં આ ગ્રંથની રચના કરીને ત્યારપછી તેના ઉપર પોતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે જિન-પ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતોનું ખંડન કરીને જિનપ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. 44. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy