SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જ્ઞાનસાર ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના બે શ્લોક ટાંક્યા છે. એમાં લખ્યું છેઃ ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्। વૃદ્ઘવ તેના પતિવ્ય બ્રહ્મર્મ સમધના | [અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાની વસ્તુ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોમનારે હોમેલું પણ બ્રહ્મ છે અને બ્રહ્મરૂપ કર્મસમાધિવાળાએ પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ જ છે.] આમ અર્પણ કરવાની ક્રિયા, વસ્તુ, અગ્નિ, હોમેલું સર્વ બ્રહ્મ છે અને પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાન પણ બ્રહ્મ છે. એટલે કે બધું જ બ્રહ્મમય છે. આ જ સાચો બ્રહ્મયજ્ઞ છે. कर्मण्यकर्म यः पश्येदकर्मणिः च कर्म यः । स वुद्धिमान् मनुष्येषु स युक्त्तः कृत्स्नकर्मकृत् ॥ [જે નિષ્કામ કર્મમાં અકર્મને જુએ છે અને અજ્ઞાનપૂર્વકના અકર્મમાં કર્મને જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મનો કર્તા છે.] આમ નિષ્કામ કર્મ કરનારો મનુષ્યોમાં સાચો બુદ્ધિમાન છે. જૈન દૃષ્ટિએ આત્મજ્ઞાન રૂપી અગ્નિમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને હોમવાં એ જ ઉત્તમ બ્રહ્માર્પણ છે. [૨૨૩] હાથત સર્વસ્વો બ્રહોદ હસાધના ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।।२८।।७।। [શબ્દાર્થ બ્રહ્મણિકબ્રહ્મમાં; મર્પત સર્વસ્વ=જેણે સર્વસ્વ અર્પિત કર્યું છે; વૃદિ=બ્રહ્મમાં જેની દૃષ્ટિ છે; બ્રહ્મસાધન =બ્રહ્મજ્ઞાન જેનું સાધન છે; બ્રહ=બ્રહ્મ વડે; ગુહ્ર=હોમતો; અબ્રહ્મને, અજ્ઞાનને; બ્રહાજી=બ્રહ્મમાં; બ્રાતિમા=બ્રહ્મચર્યની ગુપ્તિવાળો.] અનુવાદઃ જેણે બ્રહ્મમાં સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રહ્મમાં જ દષ્ટિ છે, બ્રહ્મરૂપી જ્ઞાન જેનું સાધન છે, બ્રહ્મ (ઉપયોગરૂપી) વડે બ્રહ્મમાં અબ્રહ્મને હોમતો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy