SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. યોગાષ્ટક ૩૬૫ પ્રતિમાનું આલંબન વિશેષતઃ ચૈત્યવંદન વખતે ઘણું ઉપયોગી નીવડે છે. એથી ચિત્ત એકાગ્ર રહે છે અને ભાવોલ્લાસ વધે છે. યોગનાં આ અંગો મુનિ માટે અને ગૃહસ્થો માટે હિતકારક છે. [૨૧૪] માત્રમ્પનમિત્ત યં દિવિઘ રૂથરૂfપ ઘા अरूपिगुणसायुज्ययोगोऽनालम्बनः परः ।।२७।।६।। [શબ્દાર્થ ઃ માત્મવનં=આલંબન; રૂદં=અહીં, સે=જાણવું; દ્વિવિઘં બે પ્રકારે; પ=રૂપી; fપ=અરૂપી; =અને; મfપશુપ=સિદ્ધના સ્વરૂપ સાથે; સાયુજ્યયો:=સાયુજ્યનો, તન્મયતાનો યોગ; નાહ્નવન:=અનાલંબન યોગ; પર:=ઉત્કૃષ્ટ.] અનુવાદઃ અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે જાણવું. અરૂપી ગુણ (સિદ્ધસ્વરૂપ)ની સાથે તન્મયપણારૂપ યોગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ છે. (૬) વિશેષાર્થ : અગાઉ કહ્યું તેમ કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે યોગનાં પાંચ અંગ કહ્યાં છે. આમાં આલંબન યોગના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે: રૂપી આલંબન અને અરૂપી આલંબન. રૂપી એટલે રૂપવાળું, આકૃતિવાળું. આ આલંબનમાં સમવસરણમાં બિરાજમાન જિનેશ્વર ભગવાનનું અથવા જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું આલંબન લેવાય છે. આલંબન વિશે શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકા' ગ્રંથમાં કહ્યું છેઃ आलंवणं पि एयं रूविमरूवि य इत्थ परमु त्ति । तग्गुणपरिणइरूवो सुहुमो अणालंवणो नाम । [અહીં (યોગ વિચારમાં) આ આલંબન પણ બે પ્રકારે કહેવાયું છે-રૂપી અને અરૂપી. એમાં પરમાત્માના ગુણની પરિણતિરૂપ સૂક્ષ્મ અનાલંબન નામનો યોગ છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy