SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫o જ્ઞાનસાર કહે છે કે Science shall never be complete, because it will not be able to solve two eternal problems, one of origin and the other of destination. વિજ્ઞાન origin એટલે કે જીવ (ચેતનશક્તિ) ક્યાંથી આવે છે. જન્મ કેવી રીતે થાય છે અને destination એટલે કે મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે એ પ્રયોગશાળામાં શોધ કરીને નજર સામે બતાવી નહિ શકે. માણસની જોવાની શક્તિને ગમે તેટલી વિકસાવવામાં આવે તો પણ માણસ અરૂપી એવી હવાને જોઈ નહિ શકે. કેટલાક પદાર્થો અતીન્દ્રિય છે અને અતીન્દ્રિય રહેવાના. ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકનો ભાવાર્થ કરતાં લખ્યું છે કે જો હેતુવાદથી એટલે કે યુક્તિશાસ્ત્રથી ઇન્દ્રિયોને અગોચર એવા ધર્માસ્તિકાય વગેરે પદાર્થો હથેળીમાં આમળાની જેમ બતાવી શકાતા હોય તો પંડિતોએ અત્યાર સુધીમાં અતીન્દ્રિય પદાર્થો વિશે અસંદિગ્ધ અને અભ્રાન્ત નિર્ણય કરી લીધો હોત. આત્મા પણ અતીન્દ્રિય પદાર્થ છે. એના પર્યાય પણ અતીન્દ્રિય છે. માટે મોક્ષના ઉપાયનું જ્ઞાન થવાને માટે સામર્થ્યયોગરૂપ અનુભવ-પ્રમાણ અવશ્ય માનવું જોઈએ. આત્મતત્ત્વ ઇન્દ્રિયોને અગોચર છે. અલબત્ત આત્મા જેવું છે એ તર્ક અને યુક્તિથી સિદ્ધ કરી શકાય એમ છે. સિદ્ધ થયેલું છે. પરંતુ આત્માને બતાવી શકતો નથી કે જોઈ શકતો નથી. પરંતુ સાધકો આત્માનો અનુભવ કરી શકે છે, આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. એટલે અંતે તો “અનુભવ”ની વાત પર આવીને શ્રદ્ધા સાથે સ્થિર થવું જરૂરી છે. આટલું થાય તો મોક્ષપ્રાપ્તિની વાત સમજી શકાય. વિજ્ઞાન અને તર્ક જ્યાં આવીને અટકી જાય છે ત્યાંથી આગળ અધ્યાત્મનું ક્ષેત્ર ચાલુ થાય છે. [૨૦૫] તેષાં ન ઉત્પનાદિર્ઘ શાસ્ત્રક્ષીરાહિની ! ___ विरलास्तद्रसास्वादविदोऽनुभव-जिह्वया ।।२६।।५।। [શબ્દાર્થ : =કોની; ન નથી; anત્પના=કલ્પના; ટુર્થી=કડછી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy