SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૨૪. શાસ્ત્રાષ્ટક [૧૮૫] ચર્મચક્ષમૃત: સર્વે વેવાશ્રાવથવક્ષુષ: સર્વતચક્ષુષ: સિદ્ધા: સાધવ શાસ્ત્રાવક્ષs: ૨૪iારા [શબ્દાર્થ: વર્મચક્ષુમૃત =ચર્મચક્ષને ધારણ કરવાવાળા છે; સર્વે-બધા (મનુષ્યો); તેવા:દેવો; અધિક્ષુષ =અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે; સર્વતશકુષ =એટલે સર્વ બાજુથી, સર્વ આત્મપ્રદેશે કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપી ચક્ષુવાળા છે; સિદ્ધી:=સિદ્ધો, સિદ્ધાત્માઓ; સાધ:=સાધુઓ; સાચવશુષ:=શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે.] અનુવાદઃ બધા મનુષ્યો ચર્મચક્ષુ ધારણ કરવાવાળા છે, દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે, સિદ્ધો સર્વતઃ (એટલે સર્વ આત્મપ્રદેશે, કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપી) ચક્ષુવાળા છે અને સાધુઓ શાસ્ત્રરૂપી ચક્ષુવાળા છે. (૧) વિશેષાર્થ : મનુષ્યના જીવનમાં (અને એ રીતે તિર્યંચ ગતિના જીવોમાં પણ) ચક્ષુ ઇન્દ્રિય અત્યંત મહત્ત્વની છે. માણસ બહેરો–બોબડો હોય તો પણ આખી દુનિયામાં હરીફરી શકે છે પણ એ જો અંધ હોય તો, બીજાની મદદ વગર ઘરનો ઉબરો પણ ઓળંગી શકતો નથી. ચક્ષુથી જોવા-જાણવાનો લાભ થાય છે. પરંતુ ફક્ત ચર્મચક્ષુથી જ માણસ જોઈ શકે છે એવું નથી. અન્ય પ્રકારનાં ચક્ષુથી પણ જોઈ શકાય છે. એ માટે ચાર પ્રકારનાં ચક્ષુ અહીં બતાવવામાં આવ્યાં છે. ૧. ચર્મચક્ષુ-સર્વ મનુષ્યોને ચર્મચક્ષુ હોય છે. ૨. અવધિચક્ષુ-દેવોને અવધિચક્ષુ હોય છે. ૩. સર્વ આત્મપ્રદેશચક્ષુ-સિદ્ધ ભગવંતોને હોય છે. ૪. શાસ્ત્રચક્ષુ-સાધુ મહાત્માઓને શાસ્ત્રરૂપી ચક્ષુ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy