SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩ ૧૧ મોક્ષમાં કશું કરવાનું ન હોય, ખાવાપીવાનું ન હોય. હરવા ફરવાનું ન હોય તો મઝા શી આવે ? એક જ જગ્યાએ કામધંધા વગર બેસી રહેવામાં કંટાળો ન આવે ? અંગાંગો જકડાઈ ન જાય ? એદી–પ્રમાદી ન થઈ જવાય ? સંસારમાં તો યથેચ્છ ભોગ ભોગવવાનો આનંદ કેટલો બધો છે ! વળી માનપાન મળે, પ્રશંસા થાય, કીર્તિ વધે. સંસારમાં તો બસ આનંદ અને આનંદ. ભવાભિનંદી જીવોનું આવું લક્ષણ હોય છે ! [૧૮૨૩ નો સંજ્ઞાહિત હત નીવૈમનવર્શને | - શંસયક્તિ સત્યદ્વિ-મર્મયાતમહાવ્યિથાર્ ારરૂાાદા [શબ્દાર્થ : નોસંજ્ઞાહિતી:=લોકસંજ્ઞાથી હણાયેલા; હસ્તે અફસોસ છે કે, નીfમનદર્શનૈ =ધીમે ચાલવા અને નીચે જોવા વડે; શંસન્તિ=જણાવે છે; સ્વસત્યા=પોતાના સત્યરૂપી અંગમાં; મર્મધાત=મર્મઘાતની; મહાવ્યથા= મહાવ્યથાને.] અનુવાદઃ અફસોસ છે કે લોકસંજ્ઞાથી હણાયેલાઓ ધીમે ચાલવું, નીચે જોવું ઇત્યાદિ વડે પોતાના સત્યવ્રતરૂપી અંગમાં થયેલા મર્મપ્રહારની મહાવ્યથાને જણાવે છે. (૬) વિશેષાર્થ : જૈન સાધુ ઇર્યાસમિતિપૂર્વક ચાલે. કોઈ જીવની હિંસા, વિરાધના ન થઈ જાય એ માટે તેઓ પોતાની આગળ ચારપાંચ ડગલાં ભૂમિ જોતાં જોતાં જયણાપૂર્વક ચાલે. તેઓ સામે, ઊંચે કે આડુંઅવળું જોતાં ન ચાલે. નીચું જોઈને ચાલવાને કારણે તેઓ થોડા વાંકા વળીને ચાલે. માર્ગમાં જૈન સાધુના આવાગમનનું આ એક આદર્શ ચિત્ર છે. એને ઇર્યાસમિતિપૂર્વક ચાલવું એમ કહે છે. એવા મુનિઓની લોકો પ્રશંસા કરે છે. પરંતુ લોકો પ્રશંસા કરે એ માટે નીચું જોઈને, સહેજ વાંકા વળીને, ધીમે ધીમે ચાલવું અને મનમાં ઇર્યાસમિતિનો, જીવદયાનો, જયણાનો જરા પણ ભાવ ન હોય તો એ માત્ર દંભ જ કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy