SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ જ્ઞાનસાર મહાત્માઓ સંસાર પ્રત્યે ઉદાસીન હોય છે, લોકચાહના સાથે એમને નિસ્બત નથી હોતી. તેઓ અંતરથી ઇચ્છા-આકાંક્ષા-અપેક્ષાથી રહિત હોય છે. “રત્નાકર પચ્ચીસી'માં કહ્યું છેઃ वैरागरङ्गः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय। वादाय विद्याध्ययनं च मेऽभूद् कियद् बुवे हास्यकरं स्वमीश ॥ [મારો વૈરાગ્ય રંગ બીજાને છેતરવા માટે થયો, મેં ધર્મોપદેશ લોકોના મનોરંજન માટે કર્યો અને વિદ્યાભ્યાસ વાદવિવાદ કરવા માટે કર્યો. હે પ્રભુ ! મારા આવા હાસ્યાસ્પદ કાર્યોની કેટલી વાત કરું ?]. [૧૯] નો સંગ્રામહીનદી મનુસ્રોતોડનુ ર તે प्रतिस्रोतोऽनुगस्त्वेको राजहंसो महामुनिः ।।२३।।३।। [શબ્દાર્થ તો સંસાનહાન લોકસંજ્ઞારૂપી મોટી નદીમાં અનુસ્રોતોનુ:=વહેતા પ્રવાહને અનુસરનારા; ન નથી; =કોણ; પ્રતિસ્ત્રોતોડનુ =સામા પ્રવાહે તરનારા; તુ=તો, પરંતુ; :=એક; રાજહંસ:=રાજહંસ; મહામુનિ =મહામુનિ.]. અનુવાદઃ લોકસંશારૂપી મોટી નદીના વહેતા પ્રવાહને અનુસરનાર કોણ નથી? પરંતુ સામા પ્રવાહે તરનારા રાજહંસ તો એક મહામુનિ છે. (૩). વિશેષાર્થ : લોક સંજ્ઞાને અનુસરવું એટલે પ્રવાહપતિત થવું. એમ કરવું કઠિન નથી. પ્રવાહ સાથે ગતિ કરવી એમાં ઓછા શ્રમે વધુ અંતર કપાય છે. વહેતી નદીમાં પ્રવાહની દિશામાં તરવા પડેલો માણસ કે તરતી હોડી ઝડપથી અંતર કાપે છે. સામે પ્રવાહે તરવું કે હોડી હંકારી જવી એમાં જ મોટો પુરુષાર્થ રહેલો સામાન્ય પક્ષી કે પ્રાણી જો પ્રવાહમાં પડે તો તે પ્રવાહ સાથે તણાય છે, પરંતુ રાજહંસ સામા પ્રવાહે સરળતાથી તરી શકે છે. વાઘ કે સિંહ માટે પણ કહેવાય છે કે તે વેગવંતી નદીના પાણીમાં પડે તો પણ બરાબર સામે કિનારે જ પહોંચે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy