SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જ્ઞાનસાર ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વ્યવહારનયથી જોઈએ તો સંસારના ભયથી મુનિ ચારિત્રની આરાધનામાં સ્થિરતા સાધે છે. શું મુનિએ સંસાર-પરિભ્રમણનો ભય રાખવો જોઈએ ? તેનો ઉત્તર એ છે કે હા, મુનિને મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિમાં રખડવું પડે એનો ભય હોવો જોઈએ. દુર્ગતિનો ભય હોય તો જ અશુભ પ્રવૃત્તિથી અટકાય છે. રાજ્યમાં સજાનો ડર હોય તો માણસ પાપ કરતાં ડરે છે કે અટકે છે. અહીં મુનિને સંસારનો ભય તે હાઉ એટલે કે બીક નથી. સહજ સમજણ છે. આવો ભય તે આર્તધ્યાન નથી, પણ ધર્મધ્યાન છે, આવા વિષમ પરિણામથી બચવાનો ભાવ છે. એમ કરવાથી મુનિમાં ભય વિશે માનસિક રોગ વગેરે Fear Complex, Phobia થતાં નથી, પરંતુ તેઓ ચારિત્રપાલન વધુ દૃઢપણે કરે છે. તેઓ પોતાના મહાવ્રતોનું પાલન નિરતિચારપણે કરવા લાગે છે, વિહાર, કેશલોચ, ગોચરી, પડિલેહણ વગેરેમાં તેઓ અપ્રમત્ત રહે છે. તેમની આવશ્યક ક્રિયાઓમાં શિથિલતા, અનુત્સાહ, અવ્યવસ્થિતપણું, ઉતાવળ ઇત્યાદિ હોતાં નથી. સમિતિ-ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતાનું ઉપયોગપૂર્વક સેવન કરે છે, ક્ષમાદિ ધર્મોમાં તેઓ કુશળ, ઉજ્જવળ બને છે. વસ્તુત: સાધુ ભક્તિ, તાજપ, જ્ઞાનધ્યાન, સ્વરૂપ રમણતામાં ઉત્તરોત્તર વધુ ઊંચી દશા પ્રાપ્ત કરતા રહે છે. જો સંસાર પરિભ્રમણનો સાધુને ભય ન રહે તો પોતે લીધેલા વેશને તેઓ વટાવી ખાશે. તેમનામાં માન-પૂજા-સન્માનનો ભાવ વધશે, જનમનરંજન અને લોકપ્રશંસા પાછળ તેઓ પડી જશે, તેઓ વિવિધ પ્રકારની વિકથાઓમાં રાચશે, આવશ્યક ક્રિયાઓમાં પ્રમાદી બની જશે, સ્વાધ્યાય, ધ્યાન વગેરે માટે સમય નહિ રહે, તાજપ માટે રૂચિ નહિ થાય. અરે, આગળ જતાં તેઓ સ્વબચાવ અર્થે શાસ્ત્રોમાંથી અપવાદરૂપ ઉદાહરણો આગળ ધરશે અને ઉત્સુત્રપ્રરૂપણા કરશે. એટલે જ સાધુ મહાત્માઓ માટે આરંભમાં સંસારના ભયની આવશ્યકતા છે. પરંતુ એ જ મહાત્માઓ આત્મદશામાં ઊંચે ચડતા જાય, આત્મધ્યાનમાં લીન બને, યોગઉપયોગની સ્થિરતા પ્રાપ્ત કરે, જ્ઞાતા-દષ્ટ ભાવનો અભ્યાસ વધતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy